અખિલ ભારતીય જયભવાની સેનાની જાહેરાત
સ્વામી અગ્નિવેશ અણ્ણા હજારે સાથે ફરીથી સ્ટેજ પર દેખાશે તો જાહેરમાં તમાચો મારવાનું એલાન
અમરનાથ યાત્રાને ઘતિંગ કહેનાર સ્વામી અગ્નિવેશને લાફો મારનારને R ૨પ૦૦૧નું ઇનામ આપવાની અખિલ ભારતીય જય ભવાની સેનાએ જાહેરાત કરી છે. અણ્ણા સાથે સ્વામી અગ્નિવેશ સ્ટેજ પર દેખાશે તો જાહેરમાં તમાચો મારવાનું એલાન કરી સ્ટેજ પર નહિ બેસાડવા અપીલ કરાઇ છે.
અખિલ ભારતીય જય ભવાની સેનાના પ્રમુખ રત્નવિજયસિંહ ઉર્ફે ભોમનાથસિંહ ચૌહાણે યાદીમાં જણાવ્યું છે કે, હિંદુઓના પવિત્ર યાત્રાધામ અમરનાથની યાત્રા તો ધતિંગ છે, બરફનો ટેકરો છે તેવા ઉચ્ચારણ કરી સ્વામી અગ્નિવેશે સમગ્ર હિંદુ સમાજની લાગણી દુભાવી છે.
સ્વામી અગ્નિવેશને સાધુ કહેવડાવવાનો કોઇ અધિકાર નથી. તેમણે હિંદુ સંપ્રદાયો સમક્ષ જાહેરમાં માફી માગવી જોઇએ. તેઓ જાહેરમાં માફી નહિ માગે તો ફરીથી અણ્ણા હજારે સાથે સ્ટેજ પર દેખાશે તો તેમને જાહેરમાં તમાચો મારવાનું એલાન આપ્યું હતું.
એટલું જ નહિ સ્વામી અગ્નિવેશને લાફો મારનારને અખિલ ભારતીય જય ભવાની સેના દ્વારા R ૨પ૦૦૧નું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત વૈરાગી નિર્મોહી અખાડાના સ્વામી નિત્યાનંદજી અને જયોતિનૉથજીને ટેકો જાહેર કર્યો હતો.