Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City >> Woman Cold Drinks Manipulation Of Narcotics Drinke

વડોદરામાં મહિ‌લાને ઠંડા પીણામાં કેફી પદાર્થ પીવડાવી છેડછાડ

Bhaskar News, Vadodara | Aug 21, 2012, 01:13AM IST
 
 


મહિ‌લાનાં કપડાં ફાડી નાખી હાથ પર હથિયારનો ઘા કરતાં લોહીલુહાણ


કિશનવાડી નૂર્મના મકાનમાં મહિ‌લાને ઠંડા પીણામાં કેફી પદાર્થ પીવડાવી ત્રણ યુવકોએ શારીરિક છેડછાડ કરી તેનાં કપડાં ફાડી નાખી તીક્ષ્ણ હથિયારનો ઘા મારતાં મહિ‌લા લોહીલુહાણ થઇ ગઇ હતી. ઇજાગ્રસ્ત મહિ‌લાને સારવાર માટે સયાજીમાં ખસેડાઇ હતી.


કિશનવાડી નૂર્મના મકાનમાં રહેતાં લતાબહેન અનિલભાઇ મોરે કેટરિંગમાં છૂટક મજૂરી કરે છે. તેમના પતિનું આઠ વર્ષ પહેલાં અવસાન થઇ ગયું હતું. મહિ‌લા રવિવારે બહેનપણી પૂનમ પ્રજાપતિ સાથે પિકચર જોઇ અને ખરીદી કરીને રાત્રે ઘરે પરત ફરી હતી. દરમિયાન સામેના બ્લોકમાં રહેતાં કાળીબહેન ગોટુએ તેને ઘરમાં બોલાવી કેફી પદાર્થ મિશ્રિત ઠંડું પીણું પીવડાવતાં તેને ચક્કર આવ્યા હતા.


એટલીવારમાં નજીકમાં રહેતાં વહીદાબેન, તેનો પતિ હુસેન, દીકરી અને ત્રણ યુવકો ઘરમાં ઘૂસી આવ્યાં હતાં. મહિ‌લા કાંઇ સમજે તે પહેલાં જ હુસેને તેને પકડી લેતાં અન્ય ત્રણ યુવકોએ શારીરિક છેડછાડ કરી હતી. મહિ‌લાએ બુમરાણ મચાવતાં એક યુવકે ખિસ્સામાંથી છરી કાઢી હાથ પર ઘા ઝીંકી દઇ તેનાં કપડાં ફાડી નાખ્યાં હતાં. મહિ‌લાને લોહી નીકળતાં તમામ ઘરમાંથી ભાગી જતાં મહિ‌લાએ બૂમાબૂમ કરી તેની બહેનને બોલાવી હતી. ઇજાગ્રસ્ત મહિ‌લાને સયાજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.


સામા પક્ષે વહીદા હુસેનમિયાં શેખે ફરિયાદ નોંધાવી હતી કે રવિવારે રાત્રે ૯ કલાકે લતાબહેને તું મારી સામે આંખો કેમ કાઢે છે કહી ઝઘડો કર્યો હતો અને તેમને પકડીને બચકું ભરી લીધું હતું. આ ઉપરાંત તેની બહેને પણ પુત્ર મોઇન અને પુત્રી હિ‌નાને માર માર્યો હતો. બનાવ સંદર્ભે કિશનવાડી પોલીસે બંને પક્ષે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


 
 
 

Your Opinion
 
 
Code:
6 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment