Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City
 

પતિની કમાણી વાપરી નાખનાર પત્નીનો આત્મહત્યાનો પ્રયાસ

 
Source: Bhaskar News, Vadodara   |   Last Updated 1:38 AM [IST](12/02/2012)
 
 
 
 
 
- છાણી ટીપી-૧૩ સ્થિત સત્યનારાયણ ટાઉનશિપમાં રહેતો યુવક દુબઇની કંપનીમાં નોકરી કરે છે
- પતિએ છ લાખ રૂપિયાનો હિસાબ માગતાં પત્નીએ પેરાસિટામોલની ૨૦ ગોળીઓ ખાઈ લીધી


વિદેશમાં કરેલી કમાણીના છ લાખ રૂપિયાનો પત્નીએ ધુમાડો કરી દેતાં ઉશ્કેરાયેલા પતિએ ખર્ચ કરેલા રૂપિયાનો હિસાબ માગી ઠપકો આપ્યો હતો. પતિના ઠપકાથી લાગી આવતાં પત્નીએ દવાની ગોળીઓ ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્નીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં હાલત સુધારા પર છે. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાની પોલીસે પૂછપરછ કરતાં પતિએ રૂપિયાનો હિસાબ માગતાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની પત્નીએ કેફિયત કરી હતી.

પત્નીને એકલા મૂકીને વિદેશમાં રહેતા પતિરાજો માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના છાણી ટીપી ૧૩ વિસ્તારની સત્યનારાયણ ટાઉનશિપમાં રહેતા ૪૦ વર્ષીય હસમુખભાઇ મગનભાઇ પરમારે ૨૪ વર્ષીય રપિલ ઉર્ફે રિન્કુ સાથે બીજાં લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ કમાણી કરવા માટે હસમુખભાઇ દુબઇની ઓઇલ કંપનીમાં નોકરી કરવા ગયા હતા. હસમુખભાઇનાં માતા-પિતા નજીકની સોસાયટીમાં રહે છે, જ્યારે પત્ની પુત્ર સાથે અલગ રહે છે.

દુબઇમાં નોકરી કરી તેમાંથી કરેલી કમાણીની બચાવેલી રકમમાંથી પતિએ પોસ્ટમાં સાડા ચાર લાખ રૂપિયાની બચત કરી હતી. આ સિવાય તે ઘરખર્ચ ઉપરાંત બચતનાં નાણાં પણ અહીં મોકલાવતો હતો.
ગત ૯ ફેબ્રુઆરીએ પતિ દુબઇથી પરત આવ્યા બાદ તપાસ કરતાં બચતના રૂપિયા તળિયાઝાટક થઇ ગયા હતા. પત્નીએ પોસ્ટની બચતના સાડા ચાર લાખ ઉપરાંત દોઢેક લાખ મળી છ લાખથી વધુ રૂપિયાનો ધુમાડો કરી દીધો હતો.

વિદેશમાં નોકરી કરી લાખો રૂપિયાની બચત પત્નીએ પાણીની જેમ વાપરી નાખતાં પતિએ હિસાબ માગી ઠપકો આપ્યો હતો. પતિના ઠપકાથી લાગી આવતાં પત્નીએ શુક્રવારે મોડીરાત્રે પેરાસીટામોલની ૨૦ જેટલી ગોળીઓ ખાઇ ગઇ હતી. જોકે ત્યાર બાદ પત્નીએ ચક્કર આવતાં હોવાનું પતિને કહેતાં બુમરાણ મચી ગઇ હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પત્નીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડતાં હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું.

ફતેગંજ પોલીસની પૂછતાછમાં પત્નીએ બચતના રૂપિયા વાપરી નાખ્યા હોવાની કેફિયત કરી પતિએ હિસાબ માગી ઠપકો આપતાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.