નદીની માલિકી સરકારની હોવાથી પ્રદુષણની વિગતો સેવાસદન પાસે નથી! અડધુ શહેર જ્યાંથી પાણી મેળવીને પીવે છે તે વિશે સેવાસદન અંધારામાં. જીપીસીબી પ્રદુષણ પાછળ સુએજ વ્યવસ્થાપનનો વાંક કાઢે છે. બે કંપનીનું શુદ્ધિકરણ કરેલું પાણી મહીમાં જતું હોવાની કબૂલાત.
અડધુ શહેર જ્યાંથી પાણી મેળવીને પીવે છે તેમાં કેટલી કંપનીઓનું ગંધુ પાણી ઠલવાય છે? તેની સેવાસદનને તો ખબર જ નથી જ્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કહે છે કે અમે કોઈને સીધે સીધું દૂષિત પાણી મહિમાં છોડવાની કોઇને પરવાનગી આપી જ નથી. હવે, નવાઇની વાત એ છે કે આમ છતાં મહિનું પાણી ક પ્રદુષિત થાય છે તે તો સેવસદન પણ સ્વીકારે છે.
મહીસાગર નદી પ્રદૂષિત થવા પાછળના કારણો અને કેટલીક કંપનીનાં ગંદાં પાણી તેમાં ઠલવાઇ રહ્યાં છે તેની માહિતી રાઇટ ટુ ઇન્ફર્મેશન હેઠળ સેવાસદન અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પાસે અતુલ ગામેચી દ્વારા માગવામાં આવી હતી અને શુદ્ધિકરણ માટે કોઇ પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યો છે કે કેમ તથા તેની સાફસફાઇની જવાબબદારી ક્યા અધિકારીની છે તેની માહિતી માગવામાં આવી હતી.
સેવાસદનના પાણી પુરવઠા વિભાગના જાહેર માહિતી અધિકારી નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે, મહીસાગર નદી વાસદ-ફાજલપુર પ્રદૂષિત થવા પાછળ છેલ્લાં ત્રણ વર્ષનો અપૂરતો વરસાદ અને તેના નીચાણવાળા ભાગમાં બંધાયેલ વિયરને કારણભૂત ગણાવી શકાય છે. પરંતુ કઇ અને કેટલી કંપનીનાં પાણી નદીમાં છોડાય છે મહીસાગર નદીના પ્રોજેક્ટ અંગેની કોઇ માહિતી સેવાસદન પાસે ઉપલબ્ધ નથી અને નદીની માલિકી સરકારની હોવાથી કેટલા અધિકારીઓ જવાબદાર છે તેની માહિતી પણ સેવાસદનના આપી શક્યું નથી.
આ મામલે ગાંધીનગરના જીપીસીબીના વરિષ્ઠ પર્યાવર ઇજનેર વી.આર. ઘાડગેએ જણાવ્યું હતું કે, મહીસાગર નદીમાં કોઇપણ ઔદ્યોગિક એકમને તેનું દૂષિત પાણી સીધે સીધું છોડવા માટે બોર્ડ દ્વારા પરવાનગી આપવામાં આવેલ નથી. સુએજ વ્યવસ્થાપનના અભાવે કુદરતી નાળાઓ મારફતે મહીસાગરમાં જઇ શકે છે.
જોકે નડિયાદ યુનિટના મદદનીશ જાહેર માહિતી એન એમ તાભાણીએ ખેડા જિલ્લામાંથી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક કોર્પોરેશન લિ. (જીઇબી) (પ્લોટ નં.૬૭૫, વણાકબોરી, ટીપીએસ, વણાકબોરી, તા.ઠાસરા, જિ.ખેડા) અને આણંદની એક ખાનગી કંપનીનું શુદ્ધિકરણ કરેલું પાણી મહીસાગર નદીમાં જાય છે તેવો ઉલ્લેખ કર્યો છે.
નવાઇની વાત તો એવી છે કે, મહીસાગર નદી પ્રદૂષિત થઇ રહી છે તેવી આડકતરી કબૂલાત કરવામાં આવી છે પણ કોણ દૂષિત પાણી છોડે છે તેની જાણકારી નથી. એટલું જ નહીં, સેવાસદનન અને જીપીસીબી દ્વારા પ્રદૂષણ માટે જુદા જુદા કારણો રાઇટ ટુ ઇન્ફર્મેશનમાં આપી રહ્યા છે ત્યારે સાચું શું ? તેવો સવાલ પેદા થયો છે.
પાણી પીવાલાયક છે
મહીસાગર નદી માટેનું જે પાણી શહેરમાં આવે છે તે પાણી ફ્રેન્ચવેલનું હોવાથી ફ્રેંચ કૂવાઓનું પાણી ભૂતળમાંથી આવતું હોવાથી પીવા યોગ્ય છે. જેના માટે સેવાસદનની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તેનું પરીક્ષણ કરવામાં આવે છે. જેના રિપોર્ટમા આઇએસ-૧૦૫૦૦-૧૯૯૧ પ્રમાણે નિયત કરાયેલ માન્યતા માપ આવેલ છે.’’ - શૈલેશ મિસ્ત્રી, કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા, મહાનગર સેવાસદન
રાઇટ ટુ ઇન્ફર્મેશનમાં જીપીસીબીએ આપેલી માહિતી
રાઇટ ટુ ઇન્ફર્મેશનમાં મિની નદીમાં છોડવામાં આવતાં કેમિકલયુક્ત દૂષિત પાણી અંગે પણ તંત્ર દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવ્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વડોદરા વિભાગના જાહેર માહિતી અધિકારી આર.સી. તંબોલીએ આપેલી માહિતી નીચે મુજબ છે.
મિનિ નદી સાંકરદા
- પાસે નીકળે છે અને તેમાં કેમિકલયુક્ત ગંદું પાણી છોડવા માટે કોઇ પણ કારખાનાને પરવાનગી આપવામાં આવેલ નથી.
- ખુલ્લેઅઆમ કેમિકલ કંપનીના ગંદું પાણી છોડવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી.
મિનિ નદી આગળ
- જઇને મહી નદીને મળે છે અને મહી નદી આગળ જઇને દરિયાને મળે છે.
- કંપનીઓને ખુલ્લેઆમ કેમિકલ પાણી છોડવા માટે કોઇપણ મંજૂરી આપવામાં આવતી નથી. વધુમાં, મિનિ નદીમાં ખુલ્લેઆમ - કેમિકલવાળું ગંદુ પાણી છોડવામાં આવતું જણાય તો વિજિલન્સ અધિકારી અને પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવી.