જ્યારે કોઈ ઘરના દરેક એલિમેન્ટમાં વ્યક્તિની ઈચ્છા પ્રમાણે કામ થયું હોય ત્યારે તે સિમેન્ટ-ક્રોકિંટથી બનેલું ઘર ન રહેતા, ડ્રીમ હાઉસ બને છે. દરેક કપલની ઈચ્છા ડ્રીમ હાઉસ બનાવવાની હોય છે, જેમાં તેઓ લાગણીથી ઈમારત ખડું કરી શકે. ડો.દિવ્યેશ અને ડો.બિનલ શાહના ઘરમાં પ્રવેશતા જ તમને તેમની પસંદગીની અનુભૂતિ થશે
નેચરથી કનેક્ટ રહે તે રીતે ઘરનું યુનિક કન્સેપ્ટથી ડિઝાઈન કરાયું છે
ઘરના ઈન્ટિરિયરને જોઈને મનને અદ્ભૂત પ્રકારની શાતા મળે તેવું ઘર બનાવવાની ઈચ્છા શાહ પરિવારની હતી. પોતાના આ ડ્રીમને સાકાર કરવા માટે એક જ ડિઝાઇન ફિટ બેસી રહી હતી. જે હતું નેચર સાથેનો સીધો સંપર્ક. નેચરલ લુક આપવા માટે બીજા કરતા ભિન્ન શું કરવું તેવા કન્સેપ્ટથી સર્જાયું તેમનું અનોખું હાઉસ ડો. દિવ્યેશ શાહ અને ડો. બિનલ શાહના ઘરના મેઇન હોલની સિલિંગને પ ફૂટ ખુલ્લી રાખવામાં આવી છે.
મોદી શ્રીવાસ્તવ એસોસિયેટના આર્કિટેક્ટ હિતેષ મોદી, અમિત શ્રીવાસ્તવ અને નેહા મોદી દ્વારા સમગ્ર ઘરને નેચર સાથે કનેક્ટ કરવા માટે યુનિટ ડિઝાઇનનું ઇમ્પ્લીમેન્ટેશન કરવામાં આવ્યું. મેઇન હોલની ૨૦ ફુટ ઊંચી હાઇટ જોતા મોકળાશનો અનુભવ થાય છે. સિમ્પલ અને યુનિક ફર્નિચરની સુંદર ગોઠવણ, સીંલીગમાંથી જોઇ શકાતું ખુલ્લુ આકાશ, સ્ટેપમાંથી નીકળતો વોટર ફોલ અલગ પ્રકારની જ આનંદ આપે છે. ઉપરથી ઝુમ્મરની જગ્યાએ ફિક્સ કરવામાં આવેલા રંગબેરંગી પેપર લેમ્પ રંગો અને કલાની દુનિયામાં લઈ જઈ સ્ટ્રેસને દૂર કરે છે. મેઇન હોલનો ક્રાફ્ટેડ દરવાજો ૧૦ ફુટનો છે અને મેઇન હોલની બારીઓ પણ ૧૦ ફુટની જ છે.
ઘરની વધુ વિશેષતા અને માહિતી માટે ફોટો સ્ક્રોલ કરો