DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
અમારે માટે શ્રીજી જ સેલિબ્રિટી
City Bhaskar, Vadodara | Sep 21, 2012, 02:08AM IST

પરિવારની પરંપરા સાથે બાળપણની યાદો તાજી થાય
ગણેશ ચતુર્થીના શુભ મુહુર્ત સાથે શહેરમાં વિવિધ સ્થળો પર ગજાનંદ ગણપતિ મહારજ બિરાજમાન થયા છે. શહેરની પોળોથી લઈને આલીશાન ઈમારતોમાં અને ર્કોપોરેટસથી લઈને એકેડમિક એમ તમામ સ્થળો પર વિધ્નહર્તા દેવ જુદા જુદા અવતારોમાં અને સાઈઝમાં સ્થાપિત થઈ ચુક્યાં છે. ક્યાંક લાલ બાગ ચા રાજાના સ્વરૂપમાં તો ક્યાંક બાલ ગણેશ, બાળકોના પ્રિય માય ફ્રેન્ડ ગણેશા, દગડુ શેઠ જેવાં જુદાં જુદાં સ્વરૂપે શ્રીજી દેખાઇ રહ્યા છે.
લંબોદર મહારાજ શહેરના જાણીતા લોકોના ઘરમાં ક્યાક દોઢ દિવસ તો ક્યાંક અગિયાર દિવસ સુધી સ્થાપતિ થયા છે. સિટી ભાસ્કરે ગણેશ ઉત્સવ અંતર્ગત શહેરના જાણીતા નાગરીકોના ઘરે બિરાજેલા ગણપતિ વિશે વાતચિત કરી અને જાણી તેમની આસ્થા અને ગણપતી ઉત્સવને લગતી વાતો. શહેરમાં વસતા ઘણા બધા નાગરિકો વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરે છે.
પુજાપાઠ અને ભક્તિ સાથે ઉજવાતા આ ઉત્સવમાં હવે શહેરના જાણીતા લોકો ઈકોફ્રેન્ડલી એવા માટીથી બનેલી પ્રતીમાઓની સ્થાપના કરે છે અને શહેરના નાગરિકોને પણ પર્યાવરણને જાળવી રાખે તેવા ઈકોફ્રેન્ડલી શ્રીજી બેસાડવા સુચવે છે.
શ્રીજી તેમને માટે પરિવારના સદસ્ય
પપ વર્ષથી શ્રીજીની સ્થાપના
'અમારા ઘરે છેલ્લાં પપ વર્ષોથી ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. પંડાલમાં બિરાજતા ગણપતિ સાથે મારા બાળપણની યાદો તાજી થઈ જાય છે. અમારા ઘરે દર વર્ષે અગિયાર દિવસના ગણપતિ બિરાજતા હતા. આ વર્ષે દોઢ દિવસના ગણપતીજીની સ્થાપના પછી આજે વિસર્જન માટે ઘરનાં સહુ ભેગા થયા છે. શહેરમાં વધારે માટીના ગણપતિની સ્થાપના થાય તેવો અનુરોધ છે. પુના શહેરમાં ગણેશજીનીવિશાળ પ્રતિમાઓનું વિસર્જન નથી થતું. તેને એક ચોક્કસ સ્થળ પર સ્થાપિત કરવામાં આવે છે. કિરણ મોરે - ચફ સિલેક્ટર બીસીસીઆઇ
પર્યાવરણનું જતન પહેલા
પેલેસમાં બિરાજતા ગણપતિ એજ અમારા પરિવારના ગણપતિ તરીકે સ્થાપિત થાય છે. અમારા ઘરે ઘણાં વર્ષોથી ત્રણ દિવસના ગણપતી ગણેશ ઉત્સવમાં બિરાજે છે. આ વર્ષે પણ અમારા ઘરે ત્રણ દિવસના ગણપતિ બિરાજેલા છે. ગણપતિ ઉત્સવ સાથે પર્યાવરણનું જતન થાય અને માટીના ગણપતિ સ્થાપાય તેવો અનુરોધ છે. અંશુમાન ગાયકવાડ, પૂર્વ કોચ- ઇન્ડિ.ક્રિકેટર
વિસર્જનમાં હૈયું ભરાઇ આવે
અમારા ઘરે ગણપતિજીની સ્થાપના સાથે જ ઘરમાં નવા સભ્ય આવ્યા હોય તેવું લાગે છે. બાળકો ગણેશજીની સ્થાપના પહેલાથી જ ઉત્સાહિત થઈ જાય છે અને વિસર્જન સમયે ઘરનું કોઈ સભ્ય જતું રહે તેવી લાગણી સાથે આંખ ભરાઈ આવે છે. અમે પાછલાં આઠ વર્ષથી ઘરમાં ગણપતિની સ્થાપના કરીઅ છીએ. ગણપતીજીની પુજા અર્ચના સાથે અમારા દશ દિવસ ઉત્સવમય બને છે. સોનાલી દેસાઇ, આર્કિટેક્ટ






