એમ.એસ. યુનિ.ની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનાં છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થતાં વીપીની એક બેઠક માટે ચાર ઉમેદવારો તથા યુજીએસની એક બેઠક માટે પાંચ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. વીપીની બેઠક પર એનએસયુઆઇની નિકિતા ગવાન્દે અને એબીવીપીની પારુલગિરિ વચ્ચે જંગ જામશે. જ્યારે યુજીએસની એક બેઠક માટે એબીવીપીના સ્મિત ઠક્કુર અને એનએસયુઆઇના પ્રમોદ મોરે વચ્ચે સીધી ટક્કર થશે.
વીપી અને યુજીએસ ઉપરાંત ફેકલ્ટી ઓફ આર્ટ્સની બે સીટો પર સાત ઉમેદવારો, ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગની ત્રણ બેઠકો માટે ૧૩ ઉમેદવારો, જનરલ એજ્યુકેશનની બે બેઠકો માટે ૧૧ ઉમેદવારો, ગર્લ્સ કોલેજની એક બેઠક માટે ૬ ઉમેદવારો, એમ.કોમ.ની એક સીટ માટે છ ઉમેદવારો, એજ્યુકેશન એન્ડ સાઇકોલોજીની એક બેઠક માટે બે ઉમેદવારો, ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સની એક બેઠક માટે બે ઉમેદવારો, લો ફેકલ્ટી પર એક બેઠક માટે ત્રણ ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાશે.
પરફોર્મિગ આર્ટ્સની એક બેઠક માટે બે ઉમેદવાર, સાયન્સ ફેકલ્ટીની બે બેઠક માટે ૬ ઉમેદવાર, સોશ્યલ વર્કની એક બેઠક માટે બે ઉમેદવારો, ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગની બે બેઠકો માટે પાંચ ઉમેદવારો, પાદરા કોલેજની એક બેઠક માટે ચાર ઉમેદવારો, પોલિટેકિનક કોલેજની એક બેઠક માટે ત્રણ ઉમેદવાર છે. જ્યારે મેડિકલની એક બેઠક તથા સંસ્કૃત મહાવિદ્યાલયની એક બેઠક પર એક જ ઉમેદવારી નોંધાતા બંને બેઠકો બિન હરીફ જાહેર કરાઇ હતી.