ગોત્રી મેડિકલ કોલેજામાં એમબીબીએસના બીજા વર્ષની તૈયારીના ભાગરૂપે ફોરેન્સિક મેડિસીન વિભાગના વડા તરીકે ડો. વિજય શાહની નિમણૂક કરવામાં આવી છે. ગોત્રી મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષની માન્યતા મળ્યા બાદ હવે બીજા વર્ષની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
બીજા વર્ષની માન્યતા માટે મેડિકલ કોલેજમાં ૨૨ જેટલા નવા પ્રોફેસરોની ભરતી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ગત ૧૩મી જાન્યુઆરીએ પ્રોફેસરોના ઇન્ટરવ્યું થયા હતાં.ફોરેન્સિક વિભાગના વડાની નિયુક્તિના પગલે હવે અત્રેપણ પોસ્ટર્મોટમ રૂમ શરૂ થાય તેવી વકી છે.