કલાનગરી વડોદરાના વધુ એક યુવાને જાણીતી ચેનલ પર પ્રસારિત થતાં કાર્યક્રમ ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં વાઈલ્ડ કાર્ડ થકી એન્ટ્રી થઈ શકે છે. શનિવારે રાત્રે પ્રસારિત કાર્યક્રમમાં ફિલ્મ બડે મિયાં છોટે મિયાંના ટાઈટલ સોંગ પર તેણે ડ્યુએટમાં દર્શનીય ડાન્સ કર્યો હતો. એપિસોડના અંતે ૨૩ વર્ષીય સુમિતની રવિવારે પ્રદર્શિત થનારા ડાન્સ ઇન્ડિયા ડાન્સ કાર્યક્રમ માટે બેસ્ટ એઈટમાં પસંદગી થઈ ગઈ છે.
શનિવારે ઉપરોકત માહિતી આપતા સુમિતના મોટાભાઈ અશ્વિને વડોદરાવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું કે, ‘ સુમિત વડોદરાનો હોવાથી અમે વડોદરાવાસીઓને વોટ આપવા અપિલ કરીએ છીએ. સુમિતને વોટ આપવા આ એપિસોડ બાદ દર્શાવવામાં આવેલા વોટિંગ નંબર પર રવિવારે રાત્રે ૧૦ વાગ્યાથી સોમવારે સવારે ૮ વાગ્યા સુધીમાં મિસકોલ કરવાનો રહેશે.’