અકોટામાં સગીરાને લગ્નની લાલચ આપી લઘુમતી કોમના બે યુવકો ભગાડી જતાં સગીરાના પિતાએ ગક્ષેત્રી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી છે.
અકોટામાં રહેતી સગીરાને નજીકમાં રહેતા અબુલ હશન મહંમદ શફી રંગરેજે પ્રેમજાળમાં ફસાવી હતી. ગત ૧૦મીએ સવારે સગીરાને લગ્નની લાલચ આપી યુવક ભગાડી ગયો હતો. મિત્ર રઝિવાન મુસ્તાક મુલતાનીએ પણ મદદગારી કરતાં સગીરાના પિતાએ બંને યુવકો સામે ગક્ષેત્રી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને યુવકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.