વડોદરા શહેરમાં જુદા જુદા બે બનાવમાં બે વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોના પરિવારજનોમાં માતમ છવાયું છે.
બાઇક શીખવા જતાં જીવ ગુમાવ્યો..
વડોદરાની અપૂર્વ સોસાયટીમાં રહેતા શ્રીરામ હનુમંતસિંહ (ઉ.વ.15) પોતાના ભાઈ સાથે મોટરબાઇક શીખવા માટે નીકળ્યો હતો. મોટરસાયકલ શીખતા રસ્તાની વચ્ચે એકાએક કુતરું આડું ઉતર્યું હતું.
કુતરું એકાએક વચ્ચે આવી જવાને કારણે તે પોતાનું સંતુલન જાળવી શક્યો ન હતો અને નીચે પટકાયો હતો. નીચે પડકાવાને કારણે માથામાં ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ અંગે પાણીગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વૃદ્ધને રસ્તામાં મોત આંબી ગયું...
વડોદરા શહેર નજીક કરછીયા રોડ પર ભીખાભાઈની ચાલીમાં રહેતા 48 વર્ષીય રામદુલાર ગીરીજાપ્રસાદ ગત સાંજે પોતાના ઘરેથી સાયકલ લઇને નીકળ્યા હતા.
તે દરમિયાન સામેથી પલ્સર બાઇક લઇને આવી રહેલા સ્થાનિક યુવાન હરિશ સોલંકીએ તેમને હડફેટે લીધા હતા. બાઇકની ટક્કર લાગવાથી વૃદ્ધને માથામાં ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.