દિવ્ય ભાસ્કર દ્વારા વૃક્ષવંદના કાર્યક્રમ અંતર્ગત આજે વડોદરા શહેરના છાણી ગામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
દિવ્ય ભાસ્કર દ્વારા વડોદરા મહાનગર સેવાસદનના સહકારથી વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું છે. જેનો ગત તા.૧૦ મીએ પ્રારંભ થયો હતો.
આ અભિયાન અંતર્ગત આજે છાણી ગામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. છાણી ગામના રામાકાકાના મંદિર પાસે આજે સવારે ૧૦ વાગે મેયર-સાંસદ બાળકૃષ્ણ શુક્લ અને ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાએ વૃક્ષારોપણનો પ્રારંભ કરાવી દિવ્ય ભાસ્કરની વૃક્ષવંદના ઝુંબેશની પ્રશંસા કરી હતી.
આ ઉપરાંત દિવ્ય ભાસ્કર પ્રેસ નજીક ટોલનાકા રોડ પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર પૂનમબહેન પંચાલ, વુડા ચેરમેન એન.વી.પટેલ, વપિક્ષી નેતા ચિરાગ ઝવેરી, ઉપનેતા પુષ્પાબહેન વાઘેલા, પૂર્વ મંત્રી નલિન ભટ્ટ, કોર્પોરેટરો જિતેન્દ્ર પટેલ, શાંતિલાલ પટેલ, કશિન શેઠ, છાણી નાગરિક બેંકના એમ.ડી.હસમુખ પટેલ, છાણી ગામના આગેવાનો, દરબાર કાકા, ધર્મેશ શાહ, પરેશ પટેલ, ખેડૂત અગ્રણી અનિલ પટેલ, નરસિંહગિરિ ગોસ્વામી જોડાયા હતા.
ઉપરાંત એમ.એસ.યુનિવર્સિટીના પ્રા.પ્રજ્ઞેશ શાહ, સિન્ડિકેટ સભ્ય મુકેશભાઇ, સેનેટ સભ્ય જિગર ઇનામદાર, ભાજપના આગેવાનો જિતેન્દ્ર રાય, ભરત શાહ, પ્રવીણ બારેજિયા, કોંગી આગેવાનો એડવોકેટ શૈલેશ અમીન, રાજુભાઇ વાઘેલા, આર.એસ.એસ.ના કાર્યકર ભાસ્કરભાઇ ભટ્ટ જોડાયા હતા.
છાણી ગામની જી.એસ.હાઇસ્કૂલના બાળકોએ શાળાના ટ્રસ્ટી પ્રવીણભાઇ પટેલના નેતૃત્વમાં વૃક્ષો વાવવા અને વૃક્ષોનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. હાઇસ્કૂલનાં બાળકોએ ઉત્સાહભેર વૃક્ષારોપણ પણ કર્યું હતું.