વડોદરા સેવાસદનના ચાર કાર્યપાલક ઇજનેરોની વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બદલીઓ કરવામાં આવી છે. દક્ષિણ ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર અમૃત મકવાણાની બદલી કરીને પાણી પુરવઠા પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર બનાવાયા છે.
આ કામગીરી સિટી એન્જિનિયર શૈલેશ મિસ્ત્રી પાસે હતી. આ ઉપરાંત કાર્યપાલક ઇજનેર રાજેશ શિમ્પીને ઉત્તર ઝોનની જવાબદારી સોંપાઇ છે. જ્યારે ર્વોડ નં.૮ ના કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાની બદલી કરીને પૂર્વઝોનના કાર્યપાલક ઇજનેર બનાવાયા છે. તેમજ પૂર્વઝોનના કાર્યપાલક ઇજનેર પરેશ પટેલની બદલી કરીને દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેરની કામગીરી સોંપાઈ છે.