વડોદરા શહેરના પોશ વિસ્તાર રેસ કોર્સ સર્કલ પાસે આવેલી ઇમ્પોર્ટેડ ઘડિયાળની દુકાન 'સ્વીસ ગેલેરી'માં ગુરૂવારના રોજ અંદાજે 40 લાખ રૂપિયાની ચોરી થઇ હતી. દુકાનમાં ત્રાટકેલા ચોરો રાડો કંપનીની 74 જેટલી અને બાકીની લોન્ગીસ કંપનીની મોંધીદાટ ઘડિયાળો ઉઠાવી ગયા હતા.