Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City >> Thailand Hanimoon Wife Husband Canal

ગુજરાતી યુવતીને કેનેડીન પતિ સાથે થાઈલેન્ડમાં હનીમૂન મનાવવું ભારે પડ્યું

Bhaskar News, Vadodara | Jun 11, 2012, 02:23AM IST
 
 


-યુવતીને પિંખી નાખ્યા પછી પોત પ્રકાશ્યુ, પ્રથમ પત્નીને છૂટાછેડા આપવા ૧૦ લાખની માગણી
- થાઈલેન્ડ હનીમૂન મનાવી પત્નીને છોડીને પતિ કેનેડા ફરાર


શહેરના વાડી વિસ્તારમાં રહેતી ઉચ્ચશિક્ષિત યુવતી સાથે ઈન્ટરનેટના માધ્યમથી પરિચય કેળવ્યા બાદ તેની સાથે અત્રે આવીને લગ્ન કરનાર કેનેડાનો બીજવર થાઈલેન્ડમાં હનીમૂન મનાવીને અત્રે પરત ફર્યા બાદ તેની પ્રથમ પત્નીને છૂટાછેડા માટેના રૂ. ૧૦ લાખની માગણી કરી તેમજ તક મળતાં બીજી પત્નીને તરછોડીને કેનેડા ફરાર થઈ જતાં આ અંગેની યુવાન પરિણીતાએ પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

શહેરના વાડી તાઈવાડામાં રહેતી કવલ અબ્દુલકરીમ મહેદવી ભારત સરકારના પ્રોજેક્ટમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. કેનેડામાં રહેતા અબ્દુલહકીમ અહેમદઅબ્દુલ રહેમાન સાથે મેટ્રીમોનીયલ સાઇટ પર નેટ મારફતે પરિચય થયો હતો. ગત ૧૭ જૂન-૧૧ના રોજ વડોદરામાં બંનેની મુલાકાત બાદ લગ્નની તારીખ નક્કી કરી હતી અને શરાફી હોલમાં લગ્ન કર્યુ હતું.

લગ્ન બાદ તે ત્રણ દિવસ પતિ સાથે હોટલમાં રોકાયા હતા અને ત્યારબાદ તેઓ સાત દિવસના હનીમૂન માટે થાઈલેન્ડ ગયા હતા. વડોદરા પરત ફર્યા બાદ તેણે કેનેડામાં અગાઉ એક યુવતી સાથે લગ્ન કરી છૂટાછેડા લીધાં છે અને ૧૦ લાખ રૂપિયા કેનેડા ગવર્મેન્ટમાં ભરવાના છે તેમ જણાવી તેમની પાસે નાણાંની માગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુર્જાયો હતો.

એક દિવસ તે ઘરે નાણાંની વ્યવસ્થા માટે ઘરે જતાં જ તે ચૂપચાપ હોટલમાંથી બારોબાર કેનેડા ફરાર થયો હતો. તેમણે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું નહોંતું પરંતુ મહેદવીયા જમાતમાં નિકાહનામું કર્યુ હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતીઓ ખાસ વાંચે: વિદેશ જવા માગનારા લોકો ચેતે આવી ઠગ ટોળકીથી

 
 
 

Your Opinion
 
 
Code:
1 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment