DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City >> Tarsanga Firing Case Jetha Bharwad On Two Days Remand
શહેરા ફાયરિંગ કેસમાં જેઠા ભરવાડને બે દિવસના રિમાન્ડ
Bhaskar News, Godhra
| Dec 30, 2012, 01:51AM IST

શહેરાના તરસંગ ગામે મતદાનના દિને બનેલા ફાયરિંગ પ્રકરણમાં ધારાસભ્ય જેઠા ભરવાડના જામીન ના મંજૂર થતાં પોલીસે ધરપકડ કરી હતી. તેઓને પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે શહેરા કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે સોમવાર સુધી બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સુનાવણી દરમિયાન જેઠા ભરવાડના સમર્થક તથા લોકટોળાં કોર્ટ સંકુલ બહાર ઉપસ્થિત રહ્યાં હતાં.
મળતી માહિતી અનુસાર, શહેરાના તરસંગ ગામે મતદાનના દિવસે ભાજપ તથા કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થયા બાદ ધારાસભ્ય જેઠા ભરવાડના અંગરક્ષક દ્વારા કરાયેલા ફાયરિંગના પગલે ભારે ચકચાર જગાવવાની સાથે શહેરા પોલીસે જે તે સમયે બન્ને પક્ષની સામસામે ફરિયાદ નોંધી હતી. બીજી તરફ ભાજપ ધારાસભ્ય જેઠા ભરવાડ (આહીર) દ્વારા ગોધરાના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ડી.ટી.સોનીની કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી.
બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. દરમિયાન કોર્ટની બહાર ધારાસભ્ય જેઠા ભરવાડની એલસીબી પોલીસે ધરપડક કરી હતી. બીજી તરફ ફાયરિંગમાં અન્ય કોઇ વેપન વપરાયું છે કે નહીં, તેના પૂર્વ ઇતિહાસ તથા કેટલા ગુના નોંધાયેલા છે, તેની પૂછપરછ બાકી છે, તેમજ જેઠા ભરવાડ પાસે લાઇસન્સ સિવાય બીજું હથિયાર છે કે નહીં તેના સહિતની તપાસ બાકી હોવાથી પાંચ દિવસના રિમાન્ડની માંગણી હેઠળ શહેરા કોર્ટના જજ એમ.એ. શેખ સમક્ષ રજુૂકરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે આગામી તા. ૩૧ ડિસેમ્બર, સોમવાર સુધી બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ધારાસભ્યના ઘરમાં તપાસ કરાઇ : પીઆઇ
શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હોવાનું જણાવતાં તપાસ અધિકારી એલસીબી પીઆઇ બી.કે.વનારે વધુમાં ઉર્મેયુ હતું કે, તેઓનાં જરૂરી નિવેદન તથા જવાબ લેવામાં આવ્યા બાદ તેઓના માદરે વતન અણિયાદ સ્થિત ઘરની તપાસ હાથ ધરવામાં આવી છે તેમ ઉર્મેયું હતું.





