લગ્નના માત્ર ત્રણ દિવસ બાદ પિયરમાં પરત આવેલી પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
આજવારોડ પર લક્ષ્મીનગરમાં રહેતી ૧૮ વર્ષીય વંદના દેશરાજ કુશ્વાહાનું ત્રણ માસ અગાઉ મૂળ ઉત્તરપ્રદેશના વતની દયાશંકર નામના યુવક સાથે લગ્ન થયું હતું. જોકે લગ્નના ત્રણ દિવસ બાદ પિયરમાં પાછી આવી હતી. તેના પિતાએ સાસરીમાં જવાની વાત કરતાં તેણે સાસરીમાં પરત જવાનો ઈન્કાર કરી છૂટાછેડા લેવાની વાત કરી હતી.
તેના પિતાએ છૂટાછેડાનું કારણ પૂછતાં તેને લાગી આવ્યું હતું. ગત મધરાતે ત્રણ વાગે તેણે રૂમમાં લાકડાના પિઢીયામાં નાયલોનની દોરીથી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.