- ખુદ મ્યુ.કમિશનરના બંગલાની બહાર મેઇન રોડની સેન્ટ્રલ લાઇટિંગ બંધ રહી હોવા છતાંકોઇ કાર્યવાહી નહીં
- મધરાત્રે ઉજવાતા તહેવાર ટાણે પણ તંત્ર ગાઢ નિદ્રામાં
- વાહનચાલકો ઉપરાંત સાથે દર્શનાર્થે નીકળેલાં લોકો અટવાયાં
- દારૂડિયા, જુગારિયા અને ગુનેગારોને છુટ્ટો દોર મળે તેવી પરિસ્થિતિ
શહેરમાં એક તરફ જન્માષ્ટમી પર્વની ઉજવણીની તૈયારીઓ ચાલતી હતી ત્યારે રાત્રિના સમયે શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટોના ધાંધિયા સર્જાતાં અંધારપટની પરિસ્થિતિ સર્જાઇ હતી. અંધારપટને કારણે રાહદારીઓ, વાહનચાલકો અને રાત્રે મંદિરોમાં દર્શન માટે નીકળેલા હજારો શ્રદ્ધાળુઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
ખુદ મ્યુ.કમિશનર એમ. કે.દાસના બંગલાની બહારના રોડ પરની લાઇટો બંધ રહેવા છતાં કોઇ કાર્યવાહી નહીં થવાથી આ રોડ પરથી પસાર થયેલા અનેક લોકોએ આ બાબતે આશ્ચર્ય અનુભવ્યું હતું.
શહેરમાં દશેરાના દિવસે જ ઘોડો ન દોડે તેવો ઘાટ જન્માષ્ટમીની રાત્રિએ સર્જાતાં અનેક વિસ્તારોમાં મુખ્ય રોડ પરની જ સ્ટ્રીટ લાઇટો બંધ થઇ ગઇ હતી. જેથી લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી. તેમ છતાં સેવાસદનના સ્ટ્રીટ લાઇટ વિભાગના પેટનું પાણી હાલ્યું નહોતું.
જન્માષ્ટમીની ઉજવણી રાત્રે જ થતી હોઇ સ્વાભાવિક છે કે,શ્રદ્ધાળુઓ શહેરમાં આવેલા મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી અને દર્શન માટેરાત્રે નીકળે જ. પરંતુ શ્રદ્ધાળુઓની કમનસીબી કહો કે તંત્રની બેદરકારી, રાત્રિના સમયેજ મુખ્ય માર્ગો પરની લાઇટો બંધ રહેતાં શહેરમાં જાણે અંધારપટ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
મુખ્ય માર્ગો પૈકી મ્યુ.કમિશનર એમ.કે.દાસના બંગલાની બહારના માર્ગ પરની લાઇટ બંધ રહેતાં આ હરવા-ફરવાના આ માર્ગ પર ઘોર અંધારું નજરેપડ્યું હતું. અંધારું રહેવાને કારણે આ માર્ગ પર ઊભી રહેતી ખાણીપીણીની લારીઓવાળા પણ અટવાયા હતા. તેમજ લોકોએ અંધારું રહેવાને કારણે આ માર્ગ ઉપર ફરવા-હરવાનું છોડી અન્ય સ્થળે જવું પડ્યું હતું.
મ્યુ.કમિશનરના બંગલાની બહારના માર્ગપરની લાઇટો બંધ હતી તેમ છતાં કોઇ પગલાંનહીં લેવાતાં તંત્ર જો એક ઉચ્ચાધિકારીનું ના સાંભળતું હોય તો પછી સામાન્ય નાગરિકોનુંતો કોણ સાંભળે? તેવી છાપ ઉપસી હતી.
લાખોના ખર્ચે બનેલી સેન્ટ્રલ લાઇટિંગ પણ બંધ
એક તરફ મહાનગર સેવાસદને મુખ્ય રોડ ઉપરની સેન્ટ્રલ લાઇટિંગ પાછળ લાખો રૂપિયા ખચ્ર્યા છેઅને ખર્ચી રહી છે. પરંતુ લક્ષ્મી વિલાસ પેલેસથી કીર્તિસ્તંભ થઇ માર્કેટ તરફ જવાના માર્ગે, લક્ષ્મી વિલાસ પેલેસથી લાલબાગ તેમજ લાલબાગથી વિશ્વામિત્રી બ્રિજ સુધીના માર્ગ સહિત વિવિધ માર્ગો પરની સેન્ટ્રલ લાઇટિંગ જન્માષ્ટમીની રાત્રિએ બંધ રહી હતી.