Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City >> Ronak Killing Case, What Is The Truth Behind Case

રોનકની હત્યા ફરતે ભેદ ભરમ? આખરે શું છે હકીકત

1 of 2 Photos

- રોનકની હત્યાના બનાવમાં પોલીસે તેના ૧૦થી વધુ મિત્રોની પૂછપરછ કરી
- શકમંદોએ રૂપિયાની લેતી-દેતીના મામલે હત્યાની થીયરી બતાવતાં અવઢવ

વાસણા રોડના ધો. ૧૨ના વિદ્યાર્થી‍ની હત્યા પાછળ યુવતી સાથે મિત્રતા કે મોજશોખના રૂપિયા માટે સોનાની વજનદાર ચેઇનની લૂંટનો ઇરાદો હોવાનો મુદ્દો સપાટી પર આવતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે વિદ્યાર્થીના મિત્રો સહિ‌ત ૧૦ થી વધુની પૂછતાછ કર્યા બાદ હત્યારા હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત, મોડી રાત સુધી પોલીસ હત્યાના કારણ અંગે અવઢવભરી સ્થિતિમાં જણાઇ હતી.

વાસણા રોડની સાંઇનાથ પાર્કમાં રહેતા વેપારી નરેશ શ્યામભાઇ નાવાણીનો ધો. ૧૨માં અભ્યાસ કરતો પુત્ર રોનક શુક્રવારે રાત્રે મિત્રની કારમાં બેસીને ઘરેથી નીકળ્યા બાદ બીજા દિવસે સવારે વેસ્ટર્ન બાયપાસ પર ભાયલી પાસેથી તેની લાશ મળી આવી હતી. હત્યાના ચકચારી બનાવમાં પોલીસે વિદ્યાર્થીના મોબાઇલ પર કોલ કરનાર શખ્સ અને સ્વીફ્ટ કારના માલિકની શોધખોળ શરૂ કરી હતી.

બીજીબાજુ પોલીસે રોનકના મિત્રો સહિ‌ત ૧૦ થી વધુની પૂછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવતી સાથે મિત્રતાના મામલે વિખવાદ થતાં રોનકની હત્યા થઇ હોવાનું કે મોજશોખ માટે રૂપિયાની વ્યવસ્થા કરવા રોનકની સોનાની ચેઇન, બુટ્ટીની લૂંટના ઇરાદે હત્યા કરાઇ છે તે અંગે મૂંઝવણભરી સ્થિતિ સર્જા‍ઇ હતી. શકમંદોએ રૂપિયાની લેતી-દેતીના મામલે હત્યાની થીયરી બતાવતા મોડીરાત સુધી પોલીસ અવઢવમાં જણાઇ રહી છે.

બીજીબાજુ પોલીસે સ્વિફ્ટ કારની તપાસ માટે રોડ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરાવી હતી. અને આ કારની ઓળખ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. સનસનાટીભરી હત્યામાં મહત્ત્વની કડી મળી જતાં હત્યારા પોલીસની હાથવેંતમાં જ હોવાનું જણાઇ રહ્યું છે. અલબત્ત, ડીવાયએસપી ઉષા રાડાએ હજુ તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું.

ઇમરજન્સી છે, કહી બીજાના મોબાઇલથી કોલ કર્યો

હત્યારા રોનકને ઘરમાં બોલાવવા માટે પીસીઓ પર કોલ કરવા ગયા હતા પરંતુ દુકાનધારકે ટેલિફોન બંધ કરી દીધો હોય ઇમરજન્સી છે, એક કોલ કરવો છે કહી દુકાનદારના મોબાઇલથી રોનકને કોલ કર્યો હતો. પોલીસે મોબાઇલ કોલ ડીટેઇલના આધારે તપાસ કરી દુકાનદારની પૂછતાછ કરી હતી. બીજીબાજુ શકમંદ યુવકનો દુકાનદાર સાથે ભેટો કરાવતાં તેણે ઓળખી બતાવ્યો હતો. જેના પગલે પોલીસની શંકા પ્રબળ બની હતી.


Your Opinion
 
 
Code:
5 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment