Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City
 

પાદરા-નંદેસરીની ઇન્ડસ્ટ્રીઝ પર સીપીસીસીના પ્રતિબંધનો ખતરો

 
Source: Bhaskar News, Vadodara   |   Last Updated 5:24 AM [IST](04/02/2012)
 
 
 
 
 
-કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પર્યાવરણ વિષે સેમિનાર યોજાયો
-પર્યાવરણ અને જંગલ ખાતાના પ્રિન્સિપલ સેક્રેટરી ડૉ. એસ.કે.નંદા સહિત નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા
-પ્રતિબંધથી બચવા ઉદ્યોગોએ ૬૦ એમએલડીથી વધારીને ૧૦૦ એમએલડી ડિસ્ચાર્જ માટેની ચેનલ નાખવી પડશે


અંકલેશ્વરની ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રદૂષિત અને ખતરનાક પાણીને છોડવા સામે સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડેનો જે પ્રતિબંધ લાગ્યો છે તેવાં જ પ્રતિબંધનો સામનો પાદરા-નંદેસરીની ઇન્ડસ્ટ્રીઝમાં પણ થઇ શકે છે. એમ કોન્ફેડેરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ) દ્વારા પર્યાવરણ વિષય પર એન્વરો ટેક નામના એક દિવસીય સેમિનારમાં ભાગ લેવા વડોદરા આવેલા રાજ્યના પર્યાવરણ અને જંગલ ખાતાના પ્રિન્સીપાલ સેક્રેટરી ડૉ. એસ.કે.નંદાએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતુંકે, પાદરા-નંદેસરીની કંપનીઓ દ્વારા હાલમાં ૬૦ મિલિયન લીટર ડેઇલી પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે તેની કેપેસિટી વધારીને ૧૦૦ મિલિયન લીટર ડેઇલી કરવું પડશે. આના માટે સરકાર અને ઇન્ડસ્ટ્રીઝની સંયુક્ત ભાગીદારીથી પ્રશ્ન હલ કરવો પડશે એમ રાજ્યના પર્યાવરણ અને જંગલ ખાતાના પ્રિન્સીપાલ સેક્રેટરી ડૉ. એસ.કે. નંદાએ અત્રે જણાવ્યું હતું.

અંકલેશ્વર, ઝઘડિયા, પનોલીની મુલાકાત લઇને એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને તેના નિકાલ માટે ઇન્ડસ્ટ્રીઝે રૂપિયા ૨૦૦ કરોડનું રોકાણ કર્યું હોવાનો રિપોર્ટ સોંપ્યો છે સીપીસીસીના રિપોર્ટ અને ઇન્ડસ્ટ્રીઝની ખાતરી બાદ કેન્દ્ર સરકાર વહેલી તકે લાદેલો પ્રતિબંધ ઉઠાવવાની જાહેરાત કરશે. વડોદરાના પાદરા-નંદેસરીના ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ઉદ્યોગોને બંધ કરી દેવા પડે તેવો આદેશ આવે તે પહેલાં જ સરકાર અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પીપીપી મોડલ પર ૬૦ મિલિયન લીટર ડેઇલી (એમએલડી) થી વધારીને ૧૦૦ મિલિયન લીટર ડેઇલી ડિસ્ચાર્જ માટેની ચેનલ નાખવાનું કામ કરવું પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અંકલેશ્વરને લીધે ઝઘડિયાની મલ્ટિ ઇન્ડસ્ટ્રીઝને પણ આડકતરી રીતે પ્રદૂષિત પાણી છોડવાનો પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. પણ હવે પર્યાવરણ વિભાગે જંગલ વિસ્તારમાંથી ૩ કિલોમીટર ઇસીપી ચેનલ નાખવાની પરવાનગી આપી છે. અંકલેશ્વર અને ઝઘડિયાની ઇસીપી ચેનલ અલગ થઇ જશે.

પર્યાવરણ દૂષિત કરવામાં એગ્રિકલ્ચર અને ટ્રાન્સપોર્ટ એટલાં જવાબદાર છે
માત્ર ઉદ્યોગો નહીં પરંતુ પર્યાવરણને દૂષિત કરવામાં એગ્રિકલ્ચર અને ટ્રાન્સપોર્ટ પણ એટલા જવાબદાર છે. બંને હવામાં પ્રદૂષણ ફેલાવે છે. એમ પર્યાવરણ અને જંગલ ખાતાના પ્રિન્સીપલ સેક્રેટરી ડૉ. નંદાએ જણાવ્યું હતું. નંદાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, નદી-નાળામાં ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણી અને કચરો ઠાલવવા સામે સખ્ત કાર્યવાહી હાથ ધરાઇ રહી છે.

વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એન્ડ રિસાઇકલિંગ, મરિન આઉટ ફોલ પર ધ્યાન આપવું પડશે
રાજ્યમાં પર્યાવરણની જાળવણી માટે મરિન આઉટ ફોલ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એન્ડ રિસાઇકલિંગ જેવી બાબતોને કેન્દ્રમાં રાખીને કામ કરવું પડશે એમ સીઆઇઆઇ, મધ્યસ્થ ગુજ. ઝોનલ કાઉન્સિલના ચેરમેન નીતિન માંકડે જણાવ્યુ હતુ. તેમણે જણાવ્યું કે, એન્વરો ટેકમાં પાણી, ઉર્જા અને અનુસરણના મુદ્દા ઉદ્યોગો સુધારી શકે તથા તેને સુધારવા તકિનકી સહાય આપવા માટે સીઆઇઆઇ મદદરૂપ નીવડશે. યુનાઇટેડ ફોસ્ફરસ લિ.ના વાઇસ ચેરમેન સેન્ડ્રા શ્રોફે જણાવ્યું કે પ્રદૂષિત પાણીના નિકાલ માટે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કામો થાય છે. પરંતુ પારદિર્શતાથી કરવાની જરૂર છે. જ્યારે જર્મનીના કાર્લ્સરુહ ઇન્સ્ટિટ્યુટ.ના પ્રો.ટોબીયાસ બ્લેનીનજિરે જણાવ્યું કે, પ્રદૂષિત પાણીના નિકાલ માટે મરિન આઉટ ફોલ બેસ્ટ વિકલ્પ છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.