ગુજરાતના આ શહેરમાં યુવતીઓ પણ કરે છે ગાંજાનો નશો

વિશ્વામિત્રીના પટમાં ગાંજાના નશાનો ખેલબે ગ્રામ ગાંજાની એક પડીકીની કિંમત રૂ.૩૦ લેવાતી હતી
પોલીસે આરોપીના ઘરેથી ગાંજા ઉપરાંત ગાંજાના વેચાણની રોકડ રકમ પણ કબજે કરી
વિશ્વામિત્રી નદીના પટમાં કોલેજિયન છોકરા અને છોકરીઓ ગાંજાનો નશો કરતાં હોવાની માહિતી મળતાં પોલીસે આજે બાતમીના આધારે એક શખ્સને પપ૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસે ગાંજા ઉપરાંત વેંચાણના રૂ.૮૧૭૦ના મુદ્દામાલ સ્થળ પરથી કબજે કર્યો હતો.
પો. કમિશનર સતિષકુમાર શર્માની સૂચનાના પગલે એસ.ઓ.જી. પી.આઇ. ચૌધરીએ આજે બાતમીના આધારે વિશ્વામિત્રી નદીના કાંઠા પાસે આવેલ પારસી બિસ્તા કમ્પાઉન્ડમાં રહેતા હરિ ઉર્ફે હરિયો મોહન કહાર નામના શખ્સના ઘરે રેડ પાડી હતી. રેડ દરમિયાન તેના ઘરેથી પપ૦ ગ્રામ ગાંજાનો જથ્થો તેમજ ગાંજાના વેચાણ પેટે મળેલી રૂ.૪,પપ૦ની રોકડ રકમ સાથે કુલ રૂ.૮,૧૭૦નો મુદ્દામાલ કબજે કરી હરિ ઉર્ફે હરિયાની ધરપકડ કરી હતી.
મારી પાસે રોજ ૨૦થી ૨પ કોલેજિયનો ગાંજો ખરીદતા હતા
મારી પાસે પાસે ગાંજો ખરીદવા માટે આવનારા વર્ગમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. રોજ લગભગ ૨૦થી ૨પ ગાજાની પડીકીઓ મારી પાસેથી વિદ્યાર્થીઓ ખરીદતા હતા. હું એક પડીકી રૂ.૩૦માં વેચતો હતો અને દિવસમાં તેની પાસે ગાંજો ખરીદવા માટે અંદાજે પ૦ જેટલા ગ્રાહક આવતા હતા જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે ૨૦ થી ૨પ જેટલી હતી. ગાંજો ખરીદવા માટે માત્ર કોલેજિયન વિદ્યાર્થીઓ જ નહી પરંતુ વિદ્યાર્થિનીઓ પણ આવતી હતી અને તેઓ સિગારેટમાંથી તમાકુ કાઢી તેમાં ગાંજો ભરી ગાંજાનો નશો કરતા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓ નદીના પટમાં બેસીને જ ગાંજાનો નશો કરતા હતા. એક પડીકી રૂ.૩૦ના ભાવે વેચતો હતો.
(હરિ ઉર્ફે હરિયાએ પોલીસ સમક્ષ કરેલી કબૂલાતના આધારે)ગાંજાના ધંધામાં હરિયાનો નફો ૨પ૦ ટકા
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ બજારમાં ગાંજાનો ભાવ સરેરાશ રૂ.૭ હજાર ચાલતો હોય છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, તે એક કિલો ગાંજો વેચીને ગ્રાહકો પાસેથી રૂા.૧૮,૦૦૦ જેવી રકમ મેળવી શકતો હતો. આમ, એક કિલો ગાંજાના વેંચાણમાં હરિયાને નફા પેટે ૨પ૦ ટકાનું વળતર મળતું હોવાનું જણાયું હતું. તપાસમાં ગાંજાનો વધુ જથ્થો ન રાખવા પાછળનું એક કારણ જો પોલીસ પકડે તો પાછળથી જામીન મેળવવામાં આસાની રહે તે ગણિત પણ કારણભૂત હોવાનું તપાસ દરમિયાન જણાયું હતું. પોલીસે આ ગુનામાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલાં છે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હરિયો બીજી વખત ગાંજા સાથે ઝડપાયો
પૂછપરછ દરમિયાન હરિ ઉર્ફે હરિયાએ જણાવ્યું હતું કે, અગાઉ પણ વર્ષ ૨૦૧૦માં તે ગાંજાના જથ્થા સાથે ઝડપાતાં તેના વિરુદ્ધ નાર્કોટિક્સનો ગુનો દાખલ થયો હતો. પોલીસ ધરપકડ બાદ જામીન પર મુક્ત થયા બાદ તેણે ફરીથી ગાંજાનું વેચાણ શરૂ કર્યુ હતું. પૂછપરછમાં હરિયાએ સુરત ખાતે રહેતા કાલુ નામના શખ્સ પાસેથી તેણે ગાંજાનો જથ્થો ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપીના જણાવ્યા મુજબ તે પ૦ ગ્રામ ગાંજામાંથી ૨પ પડીકી બનાવતો હતો. એટલે કે, એક પડીકીમાં બે ગ્રામ ગાંજો આપવામાં આવતો હતો.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.







