Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City
 

વીજચોરી પકડવા ગયેલા બે ઇજનરો પર પાણીગેટમાં હુમલો

 
Source: Bhaskar News, Vadodara   |   Last Updated 2:38 AM [IST](10/02/2012)
 
 
 
 
 
- ૩૦ સ્થળેથી રૂ.૪.પ૦ લાખની વીજચોરી ઝડપી કસૂરવારો સામે કાર્યવાહી
- પ૦ ગ્રાહકોનાં જોડાણ કપાયાં


વીજકેપનીએ માંડવી, પાણીગેટ, વાડી અને બરાનપુરા વિસ્તારમાં સાગમટે દરોડા પાડી રૂ..૪.પ૦ લાખની વીજચોરી ઝડપી કસૂરવારો સામે કાર્યવાહી કરી હતી.પાણીગેટના કહાર મહોલ્લામાં વીજચોરી પકડાતા બે જુ. ઇજનેરો પર હુમલો કરાયો હતો.

ગુરુવારે વાડી, બરાનપુરા, માંડવી, પાણીગેટના રહેણાક વિસ્તારોમાં સવારે ૮ વાગ્યાથી આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં ૩૦ જોડાણોમાં વિવિધ પ્રકારની ગેરરીતિ આચરીને વીજચોરી થતી હોવાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં વીજચોરી કરનારા ગ્રાહકોનાં વીજજોડાણ કાપી નાંખવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વિજિલન્સ ટીમોએ વીજચોરી કરનારા કસૂરવારોને રૂ..૪.પ૦ લાખની દંડનીય આકારણીનાં બિલો ફટકાર્યાં હતાં.

પાણીગેટ કહાર મહોલ્લામાં વીજ જોડાણો ચકાસતી વેળા વીજચોરીના પાંચ જેટલાં કેસ ઝડપાતાં ઉશ્કેરાયેલા સ્થાનિક રહીશોએ વીજ કંપનીના બે જુનિયર એન્જિનિયરો પર હુમલો કર્યો હતો. આ બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદનાં ચક્રો ગતિમાન કરાયાં છે.

વીજળીનો વપરાશ કર્યા પછી મહિ‌નાઓ સુધી વીજળીનું બિલ નહીં ભરનારા પ૦ જેટલાં ગ્રાહકોનાં વીજ જોડાણો કાપી નાંખવામાં આવ્યાં હતાં. જેના પગલે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.