Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City
 

પાદરા NRI હત્યાઃ મહિલા મારવા દોડતા કુહાડી લઈ તૂટી પડ્યા'તા

 
Source: Bhaskar News, Vadodara   |   Last Updated 5:04 AM [IST](04/02/2012)
 
 
 
 
 

-ડેસર પાસેના વરછડા ગામે કવોરીમાંથી પરેશ પટેલ, તેના બે પુત્રો અને પત્નીની ધરપકડ
-આરોપી પરેશ પોતાના સાળાને ત્યા માર્ગદર્શન લેવા ગયો હતો
-પરેશે એ.ટી.પી. (આર્ટ ટીચર કોર્સ)નો વિદ્યાનગરમાં અભ્યાસ કરેલો છે


પાદરા તાલુકાના સોખડાખુર્દ ગામે એન.આર.આઈ. મહિલાની હત્યા કરીને ભાગી ગયેલા રખેવાળ પરીવારને પાદરા પોલીસની ટીમે ૩૦ કલાકમાં પગેરૂ દબાવીને સાવલી તાલુકાના ડેસર પાસેના વરછડા ગામની સીમની કપચીની કવોરીમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસે ધરપકડ કર્યા બાદ હત્યારાની ધનિષ્ઠ પૂછપરછ હાથ ધરતાં પરિવારે ઉશ્કેરાઇ ને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.


મળતી માહિતી અનુસાર, પાદરા તાલુકાના સોખડાખુર્દ ગામે આવેલા અંજની ફાર્મ હાઉસમાં ગુરૂવારનાં રોજ એન.આર.આઈ. મહિલાની રખેવાળ પરીવાર સાથે થયેલી બોલાચાલી બાદ રખેવાળ પરિવાર હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. જેમાં પાદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જી.એમ. શેખે તથા મનુભાઈ અને મુકેશ ભાઈની ટીમે ગુરુવારે તેઓના છુપાવાના આશ્રય સ્થાનોએ બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી.


જેના પગલે શુક્રવારે હત્યાની ઘટનાની ગણતરીની મિનિટોમાં સાવલી તાલુકાના ડેસર પાસે આવેલા મહીસાગર નદિના કિનારાના વરછડા ગામની સીમની કવોરીમાંથી શુક્રવારે બપોર બાદ સમગ્ર પરેશ પટેલ, તેના બે પુત્રો અને પત્નીની પોલીસે ધરપકડ કરી હતી.


ઝડપાયેલા પરિવારની સ્થળ ઉપર જ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતાં તેઓએ ઉશ્કેરાટમાં હત્યા કરાઈ હોવાની કબુલાત કરી હતી. અને ગુનો પણ કબુલ્યો હતો. પોલીસે ફાર્મહાઉસમાંથી હત્યામાં વપરાયેલી કુહાડી કબજે લીધી હતી.


નજીવી વાતે ઝપાઝપીમાં પરેશની પત્નીને ધારિયું વાગતાં ઉશ્કેરાટમાં હત્યા?

એન.આર.આઈ. મહિલાની સનસનીખેજ હત્યા અંગે પરેશે જણાવ્યું હતું કે, પાયલબેન આવ્યા ત્યારે ગામનો એક માણસ ઘાસ લેવા આવ્યો હતો. તેથી તેઓ ઉશ્કેરાઈ ગયા હતાં અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતાં. જેથી પરેશની પત્ની હેમાએ આવુ ન બોલવાનું કહેતા જ પાયલબેન ઉશ્કેરાઈને ઝાડ કાપવાની વાશી ધારીયા જેવું હથીયાર લઈને મારવા દોડયા હતાં.જયા હેમાંબેન વચ્ચે પડતા જ તેમના હાથમાં આ ધારીયું વાગતાં તેમને લોહી નીકળવા લાગ્યું હતું. બે પુત્રો અને પિતા આ દ્રશ્ય જોઈને જે હાથમાં આવ્યું તે હથીયાર લઈને પાયલ ઉપર તુટી પડ્યા હતાં.


ખેતર વાટે પાદરા ગયા

આરોપી પરેશ પટેલ પરિવારે પાયલની હત્યા કર્યા બાદ ખેતર વાટે પાદરા આવ્યા હતાં. બાદમાં રિક્ષામાં બેસી વડોદરાથી ઉમરેઠ ગયા હતાં. ત્યાંથી ૨૦ કિમી દૂર નદિના કોતરમાં આવેલ સ્થળે ગયા હતાં.


પરેશે એટીપી કરેલું છે

આરોપી પરેશે એ.ટી.પી. (આર્ટ ટીચર કોર્સ)નો વિદ્યાનગરમાં અભ્યાસ કરેલો છે. જ્યારે ૧૭ વર્ષનો પુત્ર જિતેન્દ્રની ધો.૧૨માં સેવાલીયાની હાઇસ્કૂલમાં ભણે છે. જ્યારે હાર્દિક પટેલ ધો.૯માં ભણીને ઉઠી ગયો હતો.


આરોપી પરેશ પોતાના સાળાને ત્યા માર્ગદર્શન લેવા ગયો હતો

સોખડા ગામે એન.આર.આઈ. મહિલાની હત્યા કરીને પરેશ પટેલનો પરીવાર સાવલી તાલુકાના ડેસર પાસેના વરછડા ગામના મહિસાગરના કોતરોમાં નિર્જન સ્થાન ઉપર ક્વોરી છે, જેમાં પરેશનો દૂરનો સાળો રાજુભાઈ ઝવેરભાઈ પટેલ ઉમરેઠ મામલતદાર કચેરીમાં કેન્ટીન ચલાવે છે. તેને ત્યાં માર્ગદર્શન લેવા ગયા હતા. જોકે પોલીસે તમામને ત્યાંથી ઝડપી પાડ્યાં હતાં.



 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.