Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City
 

...તો મોબાઇલ ફોન મૂંગા થઇ જશે

 
Source: Bhaskar News, Vadodara   |   Last Updated 2:51 AM [IST](02/09/2010)
 
 
 
 
 
સ્થાયી સમિતિની કચેરીમાં પણ જામર લગાવાશે : ચાલુ સભામાં ખલેલ ટાળવા નિર્ણય. મ્યુ.કમિશનરે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેતાં પોલીસની મંજૂરી લેવાશે. હવે સેવાસદનના સભાગૃહમાં મોબાઇલ ફોન મૂંગા થઇ જશે. મહાનગર સેવાસદનના સભાગૃહ અને સ્થાયી સમિતિમાં ખલેલ ના થાય તે માટે મોબાઇલ ફોન જામર મૂકાશે. રાજ્યભરની પાલિકાઓ પૈકી વડોદરામાં આ પ્રથમ પ્રયોગ થઇ રહયો છે. અત્રે નોંધનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યની કોઇપણ મ્યુનિસપિલ કોર્પોરેશનમાં મોબાઇલ ફોન જામર મૂકવામાં આવ્યા નથી. જોકે, વિધાનસભાગૃહમાં મોબાઇલ ફોન જામર મૂકવામાં આવ્યા છે.

મહાનગર સેવાસદન એક સ્વાયત સંસ્થા છે અને આ સંસ્થામાં વહીવટી તેમજ ચૂંટાયેલી સભ્યોની બોડી અસ્તિત્વમાં હોય છે. સેવાસદનની ચૂંટાયેલી પાંખ દ્વારા શહેરના વિકાસના કામો તેમજ નીતિ વિષયક નિર્ણયો વગેરે લેવામાં આવતાં હોય છે. જેના માટે નિયમ મુજબ સમયાંતરે સભા અને સ્થાયી સમિતિની બેઠકો યોજવામાં આવે છે.

સેવાસદનના વર્તમાન બોર્ડની મુદત પૂરી થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે નવા બોર્ડના સભ્યો હવે સભાગૃહમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં.આવી જ સ્થિતિ, સ્થાયી સમિતિના સભ્યો માટે સર્જાશે. સેવાસદનના સભાગૃહ અને સ્થાયી સમિતિની બેઠકમાં મોબાઇલ ફોનના ઉપયોગથી ખલેલ પહોંચતી હોવાથી મોબાઇલ જામર લગાવી આપવાની માગણી વહીવટીતંત્ર પાસે કરવામાં આવી હતી.

જેથી, આ સમસ્યાના નિવારણરૂપેમ્યુ.કમિશનરે સૈદ્ધાંતિક મંજુરી આપી હતી અને તેના માટે પોલીસ કમિશનરની પણ મંજુરીની આવશ્યકતા હોવાથી તે કચેરીને પણ પત્ર લખી મંજૂરી મેળવવામાં આવશે. આ મામલે, વીસ મીટરની રેન્જ માટે એક નંગ મોબાઇલ ફોન જામર પૂરા પાડવાનો અને ઇન્સ્ટોલ કરવાનો તમામ ટેક્સ સહનો સૌથી ઓછો રૂ.૨૮૭૫૦નો ભાવ દર્શાવનાર ઇજારદારને ઇજારો આપવાની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી છે. જોકે, આ ઈન્સ્ટ્રુમેન્ટ લાવવા માટે જરૂરી સરકારી લાયસન્સ, પરવાનગીઓ વગેરેની જવાબદારી સેવાસદનની રહેશે.

બંધ બારણાની ચર્ચા હવે બહાર નહીં જાય?

સ્થાયી સમિતિમાં ઘણી વખત ઉગ્ર દલીલો થતી હોય છે અને તે કેટલાક સભ્યો દ્વારા ચોક્કસ લોકોને મોબાઇલ ફોન ચાલુ રાખીને સંભળાવતા હોવાના આક્ષેપો થયા હતા. સામાન્ય સભામાં આવુ બનવાની શક્યતા ઘણી વખત ઓછી હોય છે. પરંતુ,સ્થાયી સમિતિની બેઠકમાં અધિકારીઓને બોલાવવામાં આવતા હોય છે અને તેમાં ઉધડો લેવાથી માંડીને તાયફો થતો હોય છે. આ તમામ ઘટનાઓ ગણતરીની પળોમાં જ દરવાજાની બહાર જતી રહે છે ત્યારે જામરના કારણે ઉપર આગામી દિવસો ઉપર પડદો પડશે કે કેમ તે એક સવાલ છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.