DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City >> Meter Hired Criticized Break Fail In Vadodara
સંસ્કાર નગરીમાં મીટર ભાડાના ફતવાની બ્રેક ફેલ
Bhaskar News, Vadodara
| Jul 01, 2012, 07:36AM IST

શહેરના રાજમાર્ગો પર શટલિયા સ્વરૂપે દોડતી રિક્ષા ઓ પર બ્રેક મારવા માટે શહેર પોલીસ કમિશનરે મીટરથી જ પેસેન્જરોને બેસાડવાના આપેલા આદેશને રિક્ષા ચાલકો ઘોળીને પી ગયા છે. શહેરના રેલવે સ્ટેશન અને એસટી ડેપો વિસ્તારમાં મુસાફરોને મોટાભાગે શટલ અને ઉચ્ચક ભાડા પર જ મુસાફરી કરવાતા રિક્ષા ચાલકો નજરે પડતા હતા. મહત્વની વાત એ છે કે મુસાફર મીટરથી જવા ઇચ્છે તો પણ કેટલાક રિક્ષા ચાલકો તો મીટરના સ્થાને ઉચ્ચક જ ભાડાનો આગ્રહ રાખતા હતા.
શહેરમાં ૪૦ હજાર જેટલી શટલિયા રિક્ષા ઓ સામે શહેર પોલીસ કમિશનર સતીષ શર્માએ લાલઆંખ કરી મીટર ભાડા વગર પેસેન્જરોને રિક્ષા માં બેસાડવા નહિ તેવો આદેશ આપ્યો હતો. પોલીસ કમિશનરની સૂચનાનું અમલીકરણ કરાવવામાં પોલીસને નેવાનાં પાણી મોભે ચઢાવવા જેવી સ્થિતિ સર્જાઇ છે. રેલવે સ્ટેશન, એસટી ડેપો સહિત વિસ્તારોમાં આજે પણ શટલિયા અને ઉચ્ચક ભાડાનું ચલણ જોવા મળી રહ્યું છે.
મીટર ભાડા માટે રિક્ષાચાલક આનાકાની કરે કે વધુ ભાડુ માગે તો પોલીસની મદદ લેવા માટે પેસેન્જરોને અનુરોધ કર્યો હતો પરંતુ રિક્ષા ચાલકોની મનમાની સામે મુસાફરોની હાલત દયનીય બની છે. મુસાફરો મીટરથી જવાની ઇચ્છા દર્શાવે તો પણ રિક્ષા ચાલકો શટલ અથવા ઉચ્ચક ભાડા પર જવાનો આગ્રહ કરતા નજરે પડ્યાં હતા.
ક્યાં ફરિયાદ કરશો?
રિક્ષા ચાલક મીટરથી ન જાય તો નજીકમાં ઊભેલા ટ્રાફિક પોલીસને ફરિયાદ કરી શકાય. પીસીઆર વાન કે પેટ્રોલિંગ કરતી પોલીસને પણ કહી શકાય. પોલીસ નજીકમાં ન હોય તો ૧૦૦ નંબર પર ડાયલ કરતાં પોલીસ પહોંચી જશે.
આ શહેરો પાસે શીખવા જેવું
બેંગ્લોરમાં રિક્ષા ચાલકોના નામ, સરનામુ, બેઝ નંબર સહિતની વિગતો સાથેનું બોર્ડ રિક્ષા ની પાછળની સીટ તરફ મૂકવામાં આવે છે જેથી મુસાફર સરળતાથી તેની વિગતો જાણી શકે. મુંબઇમાં પણ રિક્ષા ચાલકોને યુનિફોર્મ અને બેઝ ફરજિયાત છે. આ ઉપરાંત અહિ મીટરથી જ ભાડું વસૂલવામાં આવે છે. અમદાવાદ શહેરમાં પણ મીટર પ્રમાણે જ ભાડું લેવામાં આવે છે.
રિક્ષામાં બેસનારા કહે છે,વડોદરાના રિક્ષા ચાલકો મુસાફર ફ્રેન્ડલી નથી
મેં રેલવે સ્ટેશને ઉતરી મકરપુરા મીટરથી જવાનું કહ્યું હતું. રિક્ષા ચાલકે ૮૦ રૂપિયા કહ્યા હતા બાદ ગોળ-ગોળ ફેરવીને ભાડું વધારે તેના કરતાં ઉચ્ચક ૮૦ રૂપિયામાં જવાનું નક્કી કર્યું હતું.-પંકજ રાવત, સિપાઇ - રેલવે સ્ટેશન(સમય ૨ : ૧૬ કલાક )
મારે રાજકોટ જવાનુ હોવાથી અકોટાથી સ્ટેશન જવા રિક્ષા ચાલકને મીટરથી જવાનું કહેતા તેણે ઉચ્ચક ૪૦ રૂપિયા કહ્યા હતા. ૩૦ રૂપિયા થતાં હોવાનું કહેવા છતાં તેણે ૪૦ રૂપિયા વસૂલ્યા હતાં.-રોહન ત્રિવેદી, વિદ્યાર્થી - રેલવે સ્ટેશન (સમય ૩ : ૦૯ કલાક )
સ્ટેશનથી ફતેગંજ જવા માટે રિક્ષા પકડવા ગઇ તો રિક્ષા ચાલકે શટલ રિક્ષા છે કહી ઇનકાર કરી દીધો હતો. બીજાએ છાણી જવું છે કહી ના પાડી હતું જ્યારે ત્રીજાએ ઉચ્ચક રૂ. ૩૦ કહ્યા હતા.-શીતલ રાઠોડ, વિદ્યાર્થિની- મ.સ.યુનિવર્સિટી (સમય ૩ : ૩પ કલાક)
રિક્ષા ચાલકો કેમ કમાણીનો શોર્ટકટ શોધે છે? તેમને રોકવા તંત્ર શું કરે છે?
શહેરમાં ૫૦ હજાર રિક્ષા ઓ ચાલે છે. નિયમભંગ કરનાર રિક્ષા ચાલક સામે દંડનીય કાર્યવાહીથી લઇને રિક્ષા ડીટેઇન કરવા સુધીના પગલાં ભરાઇ રહ્યા છે. અમે કડકાઇથી કાર્યવાહી કરી રહ્યા છે. ફરિયાદ મળતા આજે જ ૩ રિક્ષા ડીટેઇન કરાઇ હતી.- એમ.એમ. મલેક, એસીપી- ટ્રાફિક
ભાડેથી રિક્ષા ફેરવનાર ડ્રાઇવરોને રોજના દોઢસો રૂપિયા તો માલિકને આપવા પડે છે. વળી ૧૦૦-૨૦૦ રૂપિયાનો ગેસ ભરાવવો પડે. એટલે રિક્ષા ચાલક કમાણી માટે શોર્ટકટ અપનાવે છે. મારા મતે તો મીટરથી રિક્ષા ચલાવે તો બંનેને ફાયદો છે.-ચિંતન પટેલ, પ્રમુખ રિક્ષા ચાલક યુનિયન
હું મારી ૮૨ વર્ષીય માતાને વિટ્ઠલનાથજીની વરઘોડો જોવા નીકળ્યો હતો. નાની શાકમાર્કેટ પાસે રિક્ષા ચાલકને મીટરથી જવા કહેતા તેણે ઉચ્ચક ~ ૫૦ કહ્યા હતા.મેં પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસે રિક્ષા ચાલક સામે કાર્યવાહી કરી હતી. -રઘુવીર પંડ્યા, ધારાશાસ્ત્રી
આરટીઓ ચેકિંગ કરે જ છે
રિક્ષાઓના પાસિંગ વેળા મીટર સહિતના તમામ પાસાની ચકાસણી કરાય છે. પાર્સિંગના બે વર્ષ બાદ દર વર્ષે રિક્ષાની ચકાસણી કરવામાં આવે છે.- એમ.એમ.મકવાણા, આરટીઓ, વડોદરા.





