મેંગ્લોર મ્યુ.કોર્પોરેશનના મેયર પ્રવીણકુમારની આગેવાની હેઠળ ચૂંટાયેલા કોર્પોરેટર્સની ટીમ આજે વડોદરાની મુલાકાતે આવી હતી. મેંગ્લોરના મેયર, ડે.મેયર તેમજ કોર્પોરેટર્સે વડોદરા મેયર ડૉ.જયોતિબહેન પંડ્યા અને ડે.મેયર હરજીવન પરબડિયા તેમજ સેવાસદનના અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરમાં થયેલા વિકાસના કામો અંગે ચર્ચા વિચારણા કરી હતી.
મેંગ્લોર મ્યુ.કોર્પોરેશનની ટીમે શહેરમાં ચાલતી શહેરી ગરીબો માટેના આવાસોની કામગીરી, બ્રિજની કામગીરી, વરસાદી ગટરની કામગીરી નિહાળી હતી. ઉપરાંત અન્ય કામોનો અભ્યાસ કર્યો હતો. મેંગ્લોરની ટીમમાં મેયર પ્રવીણકુમાર , ડે.મેયર ગીતાબહેન નાયરે ડે.મ્યુ.કમિ. આર.કે.સુગુર અને સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રી સાથે ચર્ચા કરીને વિવિધ કામગીરીની માહિતી મેળવી હતી. મેયર ડૉ.પંડ્યાએ મેંગ્લોરના મેયરને સ્મૃતિચિè અર્પણ કર્યું હતું.