શહેરના વાસણા રોડ સ્થિત કમ્પ્યુટર સોફટવેરના એક્સપોર્ટરને ત્યાં આવકવેરા વિભાગે ત્રાટકીને દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી. લાંબા સમયથી આવકવેરા વિભાગના સરવે, દરોડા અભિયાનને બ્રેક વાગી ગઇ હતી.
આ સ્થિતિમાં, આવકવેરાના એડીશનલ સીઆઇટી રેન્જ-૨ના અધિકારીઓએ આજે વાસણા રોડ વિસ્તારમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીના બિઝનેસ હાઉસ ઉપર તપાસ હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોફટવેર એક્સપોર્ટ કરતાં બિઝનેસમેનના દસ્તાવેજો, આઇટી રર્ટિન સહિતના દસ્તાવેજોની તલસ્પર્શી તપાસ ચાલુ કરી હતી.