- હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને અપમાનિત કરતાં બેનર લાગતાં ઉગ્ર બનતો વિવાદ
- યુનિ. કેમ્પસ તથા શહેરના કાલાઘોડા, ડેરીડેન સર્કલ અને ફતેગંજ સહિતના મુખ્ય માર્ગો પર ચકચાર
- મેદાન મેળવવા કે મકાનોની જાહેરાત માટે બીબીએ બિલ્ડિંગનો સંપર્ક કરવાનો કટાક્ષ
- ગેરકાયદે કામો ચલાવી લેવા માટે વીસીનો સંપર્ક સાધવા બેનેરો લાગ્યા
તમારા કોઇપણ પ્રસંગને શોભાવવા માટે યુનિ. હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને મેળવવા યુનિ.ના ડેપ્યૂટી ચીફ વોર્ડનનો સંપર્ક સાધો તથા યુનિ.માં કોઇપણ ગ્રાઉન્ડ-મેદાન મફતમાં મેળવવા માટે અથવા તો મકાનોની જાહેરાત કરાવવા માટે બીબીએ બિલ્ડિંગનો સંપર્ક કરો જેવા આપત્તજિનક-વાંધાજનક બેનેરો યુનિ. કેમ્પસ સહિત સમગ્ર શહેરમાં લાગતાં જ યુનિ.ના શિક્ષણજગત અને શહેરના રાજકારણમાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે.
યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને મોડીરાતે શિૂટંગ પરવાનગી આપવાના મુદ્દે રજુઆત કરવા ગયેલા એબીવીપીના વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જની ઘટના બન્યા બાદ સમગ્ર યુનિ. કેમ્પસ તથા શહેરના કાલાઘોડા, ડેરીડેન સર્કલ અને ફતેગંજ સહિતના મુખ્ય માર્ગો પર બેનેરો લાગતાં ચકચાર મચી ગઇ છે. બીબીએ બિલ્ડિંગના એસો.પ્રોગ્રામ ડાયરેકટર ડૉ. પ્રજ્ઞેશ શાહનું નામ લીધા વગર જ યુનિ. અને શહેરમાં લાગેલા બેનેરોમાં તેમના પર સીધો જ આક્ષેપ કરાયો છે. એ જ રીતે યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલના ડેપ્યૂટી ચીફ વોર્ડન ડૉ. રામેશ્વરી પંડ્યાને ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને તેમના વાલીઓને પૂછ્યા વગર જ સાંજે ૭ થી સવારના ૩ વાગ્યા સુધી ફિલ્મના શૂટિંગમાં મોકલવાના પ્રકરણમાં માછલાં ધોતા બેનેરો લગાવતાં હોબાળો મચ્યો છે. જ્યારે ગેરકાયદેસર કામો ચલાવી લેવા માટે યુનિ.ના વીસી ઓફિસનો સંપર્ક કરોના બેનેરોથી પણ યુનિ.ના શિક્ષણજગતમાં બેનેરો દ્વારા શરૂ થયેલી લડાઇના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
લાઠીચાર્જ મુદ્દે એબીવીપીની ચાન્સેલરને રજુઆત
ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને મધરાતે ફિલ્મના શૂટિંગમાં જવા દેવાની પરવાનગીના મુદ્દે દેખાવો કરી રહેલા એબીવીપીના વિદ્યાર્થી નેતાઓ પર લાઠીચાર્જ કરવાના પ્રકરણમાં આજે યુનિ.ની વીપીના અધ્યક્ષસ્થાને એબીવીપીના વિદ્યાર્થી નેતાઓ યુનિ.ના ચાન્સેલરને રજુઆત કરી ડેપ્યૂટી ચીફ વોર્ડન ડૉ. રામેશ્વરી પંડ્યાએ લેખિત પરવાનગી આપી હતી તેના દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. બીબીએના પ્રોગ્રામ ડાયરેકટર ડૉ. પ્રજ્ઞેશ શાહ વિરુદ્રના પણ દસ્તાવેજો-કાગળો રજુ કરીને પગલાં ભરવાની માંગ કરી છે.
આવી લડાઇ શોભાસ્પદ નથી
આ પ્રકારની લડાઇ કોઇપણ હિસાબે શોભાપાત્ર નથી. અંદરોઅંદરોની લડાઇમાં યુનિ.નું નામ ખરાબ થઇ રહ્યું છે. લડાઇમાં મને ફૂટબોલની જેમ ફંગોળવામાં આવી રહ્યો છે. બેનેરોની ઘટના ઘણી જ શરમજનક છે. બેનેરો અંગે યુનિ.ના રજિસ્ટ્રારને તપાસ સોંપી છે.
- યોગેશ સિંઘ વા.ચા. મ.સ.યુનિ.