Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City
 

જુગારના દાવ : પોલીસના પકડ‘દાવ’

 
Source: Bhaskar News, Vadodara   |   Last Updated 4:16 AM [IST](01/09/2010)
 
 
 
 
 

શહેર જિલ્લામાં પોલીસે ચાર સ્થળે રેડ કરી ૨૧ જુગારીયાને ઝડપી પાડ્યાં હતાં.


મકરપુરા પોલીસને મળેલી બાતમી આધારે ગઇકાલે વડસર જી.આઇ.ડી.સી.માં રેડ પાડતાં છ જુગારીઓ R ૧૪, ૬૦૦ની રોકડ રકમ સાથે ઝડપાઇ ગયા હતા.પોલીસે સ્થળ પરથી છ મોબાઇલ ફોન તેમજ કાર અને એક બાઇક કબજે કરી હતી.


ઝડપાયેલા જુગારીઓમાં દીપક નાનજીભાઇ મિસ્ત્રી, પંકજ ધીરજભાઇ ઠાકોર, વિવેક બાબુરાવ દીઘે, તેજપાલસિંહ મુનસિંહ ચૌધરી, રજનીકાંત દીપકભાઇ મિસ્ત્રી અને કિરીટ ગોવિંદભાઇ પટેલનો સમાવેશ થાય છે.


જ્યારે કશિનવાડી પોલીસે વારસિયાના સાઇગંગા એપાર્ટમેન્ટમાં રેડ પાડતાં જુગાર રમતાં દિલીપ વસંત જયસ્વાલ, મૂકેશ ધરમદાસ માધવાણી, કમલેશ ચોઇથારામ વાઘવાણી, રામભાઇ મંજુમલ દોબેના અને મનોજ અશોકભાઇ ચેતવાણીરૂ.૧૦,૮૬૦ની રોકડ રકમ સાથે ઝડપાઇ ગયા હતા.


પાદરાના માસારોડ અને સાવલીના બાલાનાપુરા ગામે પોલીસે દરોડો પાડી શ્રાવણિયો જુગાર રમતા દસ ખેલીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે છ ફરાર થઇ ગયા હતા.


પોલીસ અધિકારીઓ પર સસ્પેન્શનનો ખતરો


તાજેતરમાં વાંકાનેર ગામમાં રૂ.૬ લાખનો જુગાર રમાતો ઝડપાતાં ભાદરવાના પી.એસ.આઇ.ને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે શહેરમાં પણ કોઇ પણ પોલીસસ્ટેશન વિસ્તારમાં કોઇ સ્કવોડ અથવા તો પછી વિજિલન્સની રેડ મોટો જુગાર ઝડપે તો જવાબદાર અધિકારીઓ સામે સસ્પેન્શનનાં પગલાંનો ખતરો તોળાઇ રહ્યો છે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.