જન્માષ્ટમી પર્વે શ્રાવણિયા જુગારધામોની મહેફીલો પર પોલીસે દરોડા પાડી ૮૨ જુગારીયાઓની ધરપકડ કરી તેઓની પાસેથી રોકડ અને મોબાઈલ ફોન સહિત હજારો રૂપિયાની મતા કબજે કરી હતી.
વાઘોડિયા રોડ રાઘાકૃષ્ણ ફલેટ
વાઘોડિયા રોડ રાધેકૃષ્ણ ફલેટમાં રહેતાં નીતિન વાળાના મકાનમાં નીતિન વાળા ઉપરાંત નીતિન ચાવડા, ચંદુ નાગર, હિતેન્દ્રપટેલ, જયેશ નાગર, સુધીર નાગર, અને હરીશચંદ્ર ગોહિલની ૩૫ હજાર રૂપિયાની મત્તા સાથે ધરપકડ.
પાણીગેટ એસટી ડેપો પાસે
પાણીગેટ એસટી ડેપો પાસે મેદાનમાં જુગાર રમતાં હનીફ મુકરદમ અને સરફરાજ દીવાનની બે ફોન સહિત ૪૫૦૦ની મતા સાથે ધરપકડ.
કશિનવાડી કબીર ચોક
અંબાલાલ ધુરા માછીના મકાનમા જુગાર રમતાં મકાન માલીક સહિત રતીલાલ માછી, ચદું માછી, દોલત પ્રજાપતિ, નારાયણ માછી, વિટ્ઠલ માછી અને મગન રાઠોડ અને કશિનવાડી જોગણી માતા મંદિર પાસે જુગાર રમતાં રમેશ ફકીર , સુરેશ દશરથ , જીતુ ફકીર અને અરવિંદ ફકીરની ધરપકડ.
વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયા
વાઘોડીયા રોડ ઉકાજીના વાડિયામાં જુગાર રમતાં મુકેશ રાજપુત, રાહુલ મહેરિયા, દિલીપ વસાવા અને સાગર ચૌહાણની ધરપકડ.
ફતેગંજ અણુમણી કોમ્પ્લેક્સ
ફતેગંજ અણુમણી કોમ્પ્લેક્સના ઓટલા પર જુગાર રમી રહેલા અમરસિંહ રામસિંહ નેપાલી, સુરેશ પ્રેમલસિંહ પરમાર, હરીપ્રસાદ રામપ્રસાદ કહાર, રાજુ સુધિરસિંહ રાજપુત ધરપકડ
પ્રતાપનગર
પ્રતાપનગર ત્રણ રસ્તાની ગલીમાં જુગાર રમતાં દુગૉપ્રસાદ જગન્નાથ રાજપૂત અને રાજુ રમેશ ચૌધરીની ધરપકડ. યમુના મીલ ત્રણ રસ્તા પાસે ભારત વાડી નાકા પાસેથી ભીમા ઇશ્વર રાવળ, ઘનશ્યામ લક્ષ્મણ પાટણવાડીયા, નારાયણ ગોંવિદ વણઝારા, વિનાયક લક્ષ્મણ સોનવણે, બલરામ વજેસિંહ વણઝાર, સંતોષ આત્મરામ પવાર અને રાજુ પુડલીક સાટેની ધરપકડ
સંવાદ ક્વાર્ટસ
સંવાદ ક્વાર્ટરમાંથી વાસુદેવ સાધુરામ નરિયાણી, કમલેશ જયંતી રાજપુત, હિતેશ અમૃત ખારવા અને રોશન વાસુદેવ નરિયાણીની ધરપકડ અન્ય સ્થળે સંજય અમરસિંહ રાઉલજી, હિતેશ મહેશ રાણા, નરેશ રણછોડ ગોહિલ, સંજય ઠાકુર રાજપુત અને તેજસ લાલ કહારની ધરપકડ
વિદ્યુત નગર કોલોની
જેપી રોડ વિધ્યતુનગર કોલોનીના બ્લોક ઇ-૮ મકાન ૯૪માં રહેતાં કનકસિંહ જીવભા રાણાના મકાનમાં દરોડો પાડી કનકસિંહ તેમજ નરેન્દ્રસિંહ ઉદેસિંહ ઢોિઢયા, હરપાલ કનકસિંહ ઢોઢીયા, અશોક પરસોત્તમ મકવાણા , ભીખા દલસુખ વસાવા, પ્રવીણ અર્જુન પરમાર, હસમુખ રયજી સોલંકી, મહેન્દ્ર અમરસિંહ ચાવડા, અને દિનેશ યુવરાજસિંહ પાટવાડિયાની ધરપકડ.
જેપી રોડ વીએમસી ક્વાટર્સ
વીએમસી ક્વાર્ટરસના ઓટલા પર જુગાર રમતા નરેન્દ્ર પુનમ ગોહિલ, રાજુ બાબુરાવ ચિત્તે, શૈલેશ ઘેલાભાઇ મકવાણા, પ્રશાંત વિનોદ શાહ, કનુ બાબુ માળી, સંદીપ નિરજ ચૌહાણ, ધીરજ દયાળજી ચૌહાણ, અને હર્ષિદ નંદલાલ પરમારની ધરપકડ . લાયન્સ હોલ રોડ પર જુગાર રમતાં ચિરાગ રમેશ પઢીયાર, સુરેશ ગોસલે, જયેશ મનુ મકવાણા, કમલેશ પરમારની ધરપકડ
આજવારોડ રામદેવનગર
આજવારોડ રામદેવનગરમાં જુગાર રમતાં કૌશિક માળી, મનોજ સરાણીયા,જગદીશ મંગળ મકવાણા અને સંજય સરાણિયાની ધરપકડ. કીર્તિમંદિર સ્ટાફ ક્વાટર્સ પાસે જાહેરમાં જુગાર રમતાં છની ધરપકડ. તરસાલી વિસ્તારમાં બસસ્ટેન્ડ પાસે જુગાર રમતાં નગીન ત્રિકમ બારીયા અને રમેશ રધુનાથ પોતદારની ધરપકડ.