Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Vadodara
 

ઇ-વોટિંગ અભિયાન : નબળો પ્રતિસાદ, પણ વડોદરા આગળ

 
Source: Bhaskar News, Vadodara   |   Last Updated 3:56 AM [IST](31/08/2010)
 
 
 
 
 

ઇ વોટિંગના નવા અભિગમને વડોદરામાંથી કંગાળ પ્રતિસાદ સાંપડયો છે પણ તેના માટે પસંદગી ઉતારનારા મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ વડોદરા રાજ્યમાં સૌથી અગ્રેસર રહ્યું છે.


રાજ્યના ચૂંટણીપંચે મતદારોને ઇવીએમના બદલામાં ઇ વોટિંગનો વિકલ્પ આપ્યો હતો તો ખાસ કરીને નવા સીમાંકનમાં વોર્ડનં-૧૬ના મતદારોને બે વિકલ્પો આપવામાં આવ્યા હતા.


જેમાં, મતદાર ઘરે બેઠાં લેપટોપ કે કમ્પ્યૂટર થકી મતદાન કરી શકે તેવી વિશેષ સવલત આપવામાં આવી છે. પરંતુ અંદાજિત ૩૭ હજાર મતદારો ધરાવતા નવા વોર્ડનં-૧૬ (જુનો વોર્ડનં-૧૮)માંથી માત્ર ત્રણ મતદારોએ વિકલ્પ-૧ એટલે કે ઘરે બેસીને મતદાન કરવાના વિકલ્પ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે.


શૈક્ષણિક હબ તરીકે જાણીતા વડોદરા શહેરમાંથી ઇ વોટિંગ માટે રસ ધરાવતા મતદારોની સંખ્યા અમદાવાદ, સુરત સહિતના મહાનગરોના મતદારો કરતાં વધુ નોંધાઇ છે.


અમદાવાદમાં ઘરે બેસીને મતદાન કરવા માટે ૭૮ મતદારોએ રસ દાખવ્યો છે તો ઇ વોટિંગ માટે ૨૧૧ મળીને કુલ ૨૮૯ મતદારોએ નોંધણી કરાવી છે. ઇ વોટિંગ માટે રજિસ્ટ્રેશન કરાવવાની મુદત ગઇકાલે પૂરી થઇ હતી.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.