સાહેબ, આવું તો માત્ર સંસ્કારી નગરી વડોદરામાં જ જોવા મળે
બુધવારે વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં એક યુવાન અનોખી સાયકલ લઇને જતો જોવા મળ્યો. આ અનોખી સાયકલમાં પેડલ નીચેની જગ્યાએ આગળની બાજુએ હતા. આ સાયકલ એવી આરામદાયક હતી કે તેમાં પેડલ મારતી વખતે એમ જ લાગે કે આપણે સુતા છીએ. દિવ્યભાસ્કરના પ્રતિનિધિએ જ્યારે તેને ઊભો રાખવાની કોશિષ કરી ત્યારે તે ઊભો ન રહ્યો. કદાચ તેને એ ડર હશે કે તેની આ આરામદાયક સાયકલને જોઇ બીજુ કોઇ આવી સાયકલ ન બનાવી લે.