સ્ટેટ વિજિલન્સનો દરોડો પડતાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ
આઈઓસીમાંથી ડીઝલ ભરીને જતી ટેન્કરોમાંથી ડીઝલચોરી કરાતી હતી
શહેરના રણોલી વિસ્તારમાં ધમધમતાં આઈઓસી કંપનીની ટેન્કરોમાંથી ડીઝલ ચોરી કરવાના કૌભાંડનો સ્ટેટ વીજીલન્સની ટૂકડીએ દરોડો પાડી પર્દાફાશ કરતાં શહેર પોલીસ વધુ એક વાર ઉંઘતી ઝડપાઈ છે. પોલીસે ઘટનાસ્થળેથી ડીઝલ ભરેલી ટેન્કર તેમજ સંગ્રહ કરેલાં ડીઝલના જથ્થા સહિત R ૧૩ લાખથી વધુની મતા જપ્ત કરી ચાર આરોપીઓની અટકાયત કરી હતી.
રણોલી વિસ્તારમાં જયનારાયણ સર્વિસ સ્ટેશન પાછળના ખુલ્લી જગ્યામાં આઈઓસી કંપનીમાંથી ડીઝલ ભરીને અન્ય સ્થળોએ રવાના થતી ટેન્કરોમાંથી ડીઝલ ચોરી કરવાનું કૈાભાંડ ચાલતું હતું. જોકે સ્થાનિક પોલીસને આ અંગે નિષ્ક્રીય રહેતાં સ્ટેટ વીજીલન્સ સ્કર્વોડે ગઈ કાલે રાતે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન પોલીસે એક ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરી રહેલાં ચાર શખ્સને આબાદ ઝડપી પાડયા હતા.
પ્રાથમિક તપાસમાં એવી વિગતો સપાટી પર આવી હતી કે આઈઓસી કંપનીમાંથી ડીઝલ ભરેલી ટેન્કર કીમ જવાના બદલે ટેન્કરચાલક તેને રણોલી ચોકડી પર લઈ ગયો હતો જયાં તેમાંથી ૪પ લીટર ડીઝલ કાઢી લીધું હતુ. પોલીસે ૧૧,૯૬૦ લીટર ડીઝલ તેમજ ૩ મોબાઈલ, પ૦,૯૦૦ અને ટેન્કર સહિત R ૧૩,૦૩,૯પ૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને મુદ્દામાલ સાથે જવાહરનગર પોલીસના હવાલે કર્યા હતા. પોલીસે આજે ચારે આરોપીને અદાલતમાં રજુ કરતાં તેઓને એક દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ થયો હતો.
કોણ કોણ પકડાયા?
શકીલ સુમન રંગવાલા (ફતેગંજ,જુના મોદીખાના) યોગેશ અશોક વર્મા ( કૈલાસપતિ સોસાયટી,રણોલી) ભારતસિંહ પૂનાભાઈ માલીવાડ (મોરવાહડપ,પંચમહાલ) રાજેન્દ્ર ઉર્ફ નરેન્દ્ર જશવંત પટેલ (પીપળીયાગામ,ગોધરા)