-આજવા રોડની વૃદ્ધાએ માર્ચ-૧૧ થી સપ્ટેમ્બર-૧૧ દરમિયાન તબક્કાવાર રોકાણ કર્યું હતું
આજવા રોડની વૃદ્ધ વિધવાને જંગી વળતરની લાલચ આપી રોકાણ કરાવનાર ગઠિયાએ ૨૬.પ૦ લાખની ઠગાઈ કરતાં વૃદ્ધાએ કિશનવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
હાલ મુંબઈમાં રહેતા ૭પ વર્ષીય રમાબહેન પ્રવિણચંદ્ર પરીખ ગત માર્ચમાં શહેરના આજવા રોડ પર સમૃદ્ધિ પાર્કમાં ભાડાના મકાનમાં રહેતા હતા.તેમણે મુંબઈમાં મકાન વેંચી તના નાણાંથી આજવારોડ પર સૌજન્ય ટાઉનશીપમાં દુકાન ખરીદી હતી.
જેમાં તેમના પતિ બરોડા ડેરીની ઉત્પાદનોનું વેચાણ કરતાં હોઈ ત્યાં આવતાં લંકેશ મહાવીરપ્રસાદ ગૌતમ સાથે તેમના પતિ સાથે સંપર્ક થયો હતો. તેણે જીઆરજી ઈન્વેસ્ટમન્ટમાં તેમજ સોના ચાંદી અને ક્રૂડ ઓઈલમાં રોકાણ કરી જંગી વળતરની લાલચ આપી હતી. તેમણે ગત માર્ચ-૧૧થી સપ્ટેમ્બર-૧૧ના સમયગાળામાં વિવિધ તબક્કામાં R ૨૬.પ૦ લાખનું રોકાણ કર્યું હતું. તેમના પતિનું અવસાન થતાં લંકેશે તેમની જ દુકાન ભાડે લીધી હતી. પતિના અવસાન બાદ રમાબહેન અને પરિવારજનોએ લંકેશનો સંપર્ક કરતાં તેણે અઢી લાખ અને ૩૪ હજારનો ચેકો આપેલા જે બેંકમાં જમા કરાવતા પરત ફર્યા હતા. ગત નવેમ્બર માં રમાબહેનના પુર્વ કામવાળીએ તેઓને જાણ કરી હતી કે લંકેશ તેમની દુકાન અને મકાન ખાલી કરી ફરાર થયો છે અને તેનો મોબાઈલ બંધ છે.