- રવિવારે વડોદરામાં બનેલી ઘટનાની જુઓ તસવીરો
રવિવારે વહેલી સવારે વડોદરામાં ગાંધીનગર ગૃહ પાસે કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. શહેરમાં યોજાયેલી મેરેથોન દોડને પ્રસ્થાન કરાવવા મુખ્યમંત્રી મોદી આવવાના હોવાથી તેના ધ્યાન લાલબાગ ઓવરબ્રિજ અંગે દોરવા માટે કોંગ્રેસના કાર્યકરોએ ધરણા કર્યા હતા. આ માટે અગાઉથી પોલીસની મંજૂરી પણ લેવાઇ હતી તેમ છતાં મોદીના આગમન સમયે પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કુલ 40 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. મોદી વડોદરાથી રવાના થયા બાદ તમામનો છુટકારો થયો હતો. અટકાયત વખતે કોંગી કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. અમુક કોંગ્રેસીઓને પોલીસે બળજબરી પૂર્વક ઉઠાવવા પડ્યા હતા. જુઓ તસવીરો...
તમામ તસવીરો વિપુલ માને, વડોદરા