Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City
 

પોલીસની આબરું લેતા અછોડાતોડ

 
Source: Bhaskar News, Vadodara   |   Last Updated 4:57 AM [IST](01/09/2010)
 
 
 
 
 

ત્રણ બનાવમાં લૂંટાયેલા ચાર અછોડામાં ગુનેગારોની સ્ટાઇલ એક જ પ્રકારની

વડોદરામાં લાંબા ઇન્ટરવલ બાદ ફરી અછોડાતોડ ગેંગ સક્રિય થતાં શહેરીજનોમાં દહેશતનો વધુ એક વખત માહોલ ફેલાઇ જવા પામ્યો છે. આજે સવારના નવથી એક વાગ્યા સુધીમાં ફતેગંજ, નવાપુરા અને મકરપુરારમાં ત્રાટકેલા બાઇક સવાર શખ્સોએ ચાર અછોડા તોડતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

બનાવની જાણ થતાં સમગ્ર શહેર પોલીસને એલર્ટ કરાઈ હતી, પરંતુ અર્દશ્ય થઇ ગયેલા બાઇક સવારોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી શકી ન હતી.

પોલીસે અછોડાતોડ ગેંગમાં સક્રિય ત્રણ જેટલી ગેંગના સાગરીતોને ઝડપી પાડતાં અછોડાતોડ ગેંગનો આતંક થોડો ઓછો થવા પામ્યો હતો. જેમાં મધ્યપ્રદેશના બે યુવકે તો વડોદરામાં ૫૦થી વધુ અછોડા તોડ્યા હોવાની કબૂલાત કરતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

આજે પોલીસ જાણે ઊ¸ઘતી ઝડપાઇ હોય તે રીતે સવારના નવ થી બપોરના એકના ચાર કલાકના સમયગાળામાં બાઇક સવાર ગેંગના સાગરીતોએ ત્રણ જગ્યાએથી ચાર અછોડા તોડ્યા હતા. બાઇકસવાર ગેંગ ફરી સક્રિય થતાં પોલીસને અછોડાતોડને ઝડપવા દોડાવાઈ હતી, પરંતુ અછોડાતોડ ગેંગના સાગરીતને ઝડપી પાડવામાં સફળતા મળી શકી ન હતી.

અછોડાતોડોએ આજે દર્શન કરવા ગયલી બે વૃદ્ધાને નિશાન બનાવી ત્રણ અછોડા લૂટયા હતા. જ્યારે એક મહિલા તેના ફ્લેટમાં વાહન પાર્ક કરી રહી હતી ત્યારે અછોડાતોડોએ મંગળસૂત્ર ઝૂંટવી લીધું હતું. આ ત્રણે બનાવમાં ગુનેગારોની સંખ્યાં બે હતી.

એક બાઇક સવાર બાઇક ચાલુ રાખી ઊભો રહ્યો હતો અને બીજા શખ્સ અછોડો તોડ્યા બાદ બાઇક પર બેસી ગયો હતો. પોલીસની તપાસમાં ત્રણે બનાવમાં એક જ ગુનેગારો સંડોવાયેલા હોવાનું જણાતાં પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

અછોડો તૂટવાનો પહેલો બનાવ નિઝામપુરામાં બન્યો

શહેરમાં આજે અછોડો તૂટવાનો પહેલો બનાવ મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડ નજીક પામ્યો હતો. સુવર્ણરેખા સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષના ભીખીબહેન મોહનભાઇ પ્રજાપતિ સવારે મંદિરે દર્શન કરી તેઓ ઘરે પરત જઇ રહ્યા હતા ત્યારે એક શખ્સે ૧૫,૦૦૦ની કિંમતનો અછોડો ઝૂંટવી લીધો હતો અને ત્યાર બાદ આ શખ્સ નજીકમાં બાઇક લઇને ઊભેલા એક શખ્સની બાઇક બેસી ફરાર થઇ ગયો હતો.

દર્શન કરીને પરત આવેલ નવાપુરામાં વૃદ્ધાએ બે અછોડા ગુમાવ્યા

આર.વી.દેસાઇ રોડ પર સાંઇકૃપા એપાર્ટમેન્ટમાં રહેતાં ૬૨ વર્ષીય જયોત્સ્નાબહેન અંબાલાલ શાહ આજે સવારે ૧૧:૩૦ કલાકે મંદિરે દર્શન કરી ઘર પરત જઇ રહ્યાં હતાં ત્યારે એક શખ્સ ચાલતો તેમની પાસે આવી તેમના ગળામાંથી રૂ.૧૦,૦૦૦ની કિંમતની સોનાની બે ચેઇન ઝૂંટવી લીધી હતી અને ત્યાર બાદ આ શખ્સ નજીકમાં જ ઊભેલા અન્ય એક શખ્સની બાઇક પર બેસી ફરાર થઇ ગયો હતો.

મકરપુરામાં બપોરે એક વાગ્યે મંગળસૂત્ર તૂટ્યું

બપોરે એક વાગ્યે નોવિનો રોડ પર આવેલા વલ્લભ એપાર્ટમેન્ટમાં રહેતાં પ્રીતિબહેન શશીભૂષણ ગોરડે બપોરે સ્કૂલેથી પુત્રનું રઝિલ્ટ લઇ ઘરે આવ્યા બાદ એપાર્ટમેન્ટના પાર્કિગમાં વાહન પાર્ક કરી રહ્યા હતા ત્યારે એક શખ્સ ચાલતા આવી તેમના ગળામાંથી રૂ.૩૦,૦૦૦ની કિંમતનું સોનાનું મંગળસૂત્ર ઝૂંટવી લીધું હતું અને ત્યાર બાદ આ શખ્સ નજીકમાં ઊભેલા અન્ય એક શખ્સના બાઇક પર બેસી ફરાર થઇ ગયો હતો.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.