Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City >> યુનિ.માં મહિલા અધ્યાપકો અને વિદ્યાર્થિનીઓના કોમનરૂમ-હોસ્ટેલ સહિતના પ્રશ્નોના ઉકેલ

યુનિ.માં મહિલા અધ્યાપકો અને વિદ્યાર્થિનીઓના કોમનરૂમ-હોસ્ટેલ સહિતના પ્રશ્નોના ઉકેલ માટે વીસીએ માત્ર મહિલાઓની જ કોર કમિટી બનાવી

Dhiraj Thakore | Aug 30, 2012, 17:05PM IST
 
 

વર્કિંગ કમિટીમાં ૪૦ મહિલા અધ્યાપકો અને વિદ્યાર્થિનીઓની નિમણૂંક થશે : વર્કિંગ કમિટી વિવિધ ફેકલ્ટીના મહિલા અધ્યાપકો, વિદ્યાર્થિનીઓના સુરક્ષા-સલામતી અને હાઇજનિક સહિતના પ્રશ્નોની ચર્ચા કરીને તેનો ઉકેલ શોધશે : ફેકલ્ટી-હોસ્ટેલમાં લોગબુક મૂકાશે

ભાસ્કર ન્યૂઝ, વડોદરા.

એમ.એસ.યુનિવર્સિટીમાં મહિલા અધ્યાપકો અને વિદ્યાર્થિનીઓની સુરક્ષા-સલામતી, કોમન રૂમ અને હોસ્ટેલ સહિતના પ્રશ્નોના ઉકેલ માટે વીસીએ યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ વખત જ માત્ર મહિલાઓની જ કોર કમિટી બનાવીને જવાબદારી સોંપી છે.

એમ.એસ.યુનિ.માં મહિલા અધ્યાપકો અને વિદ્યાર્થિનીઓના સુરક્ષા તથા સ્વાસ્થ્યને લગતા અનેક પ્રશ્નો તથા સમસ્યાઓ હોય છે. આ પ્રશ્નોની ચર્ચા તેઓ કોઇપણ મહિલા અધ્યાપક કે વિદ્યાર્થિનીઓ સિવાય સાથે વાતચીત કરતાં નથી. પ્રશ્નોની ચર્ચા ન કરતાં હોવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. પરિણામે વિદ્યાર્થિની કે મહિલા અધ્યાપકના વ્યકિત વિકાસ સહિત યુનિ.ના વિકાસમાં પણ અવરોધ ઉભો થાય છે. આ પ્રાથમિક તારણો બહાર આવ્યાં બાદ યુનિ.ના સેનેટ સભ્ય અને ભૂતપૂર્વ વીપી હેમલ મહેતાએ યુનિ.ના વીસી પ્રો. યોગેશ સિંઘ સમક્ષ મહિલા-વિદ્યાર્થિનીઓની સમસ્યા અને તેના ઉકેલ માટે તેમની જ કમિટી બનાવવા માટે સૂચન કર્યું હતું. સેનેટ સભ્ય હેમલ મહેતાના સૂચને ધ્યાનમાં રાખીને વીસીએ મહિલા અધ્યાપકો અને વિદ્યાર્થિનીઓના પ્રશ્નો-સમસ્યાની ચર્ચા અને તેના ઉકેલ માટે માત્ર મહિલા અધ્યાપકો, સેનેટ-સન્ડિીકેટની કોર કમિટી બનાવવાનો નિર્ણય કર્યો હતો. તે નિર્ણયના પગલે મહિલા કમિટીની કોર કમિટીમાં ખુદ સેનેટ સભ્ય હેમલ મહેતાને કન્વીનર પદે નિમણૂંક આપીને મહિલા અધ્યાપક-વિદ્યાર્થિનીની વિવિધ ફેકલ્ટી તથા હોસ્ટેલમાં સુરક્ષા-સલામતીના પ્રશ્નો, કોમનરૂમ, બાથરૂમ-ટોઇલેટ, મેસ, સ્વાસ્થ્ય સંબંધી સહિતની અનેક સમસ્યા વિશે જાણીને તેનો ઉકેલ લાવવાની જવાબદારી સોંપી હતી. આ જવાબદારીના ભાગરૂપે જ આજે યુનિ.ના સેનેટ હોલ ખાતે મહિલા કમિટીની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં વર્કિંગ કમિટીમાં ૪૦ સભ્યોની નિમણૂંક તથા વિવિધ ફેકલ્ટી કક્ષાએ સબ કમિટી બનાવવા અંગે ચર્ચાઓ હાથ ધરાઇ હતી.

મહિલા કમિટીની બેઠક અંગે કન્વીનર હેમલ મહેતાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, યુનિ.માં મોટી સંખ્યામાં મહિલા અધ્યાપકો અને વિદ્યાર્થિનીઓ છે. બંનેને સલામતી-સુરક્ષા, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા સહિત અનેક પ્રશ્નો હોય છે. આ પ્રશ્નો જાણવા માટે અમે પ્રયાસો હાથ ધર્યા છે. જે અમે એક સર્વે ફોર્મ દ્વારા જાણીને તે પરથી કેટલી સમસ્યા છે અને મુખ્ય કઇ છે તે જાણીને તેને દૂર કરવા માટે કામ કરીશું.
 
 
 

Your Opinion
 
 
Code:
8 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment