નવાયાર્ડમાં આવેલી નટરાજ સોસાયટીમાં બંધ ઘરની બારીની ગ્રીલ કાઢી તસ્કરો સોનાના દાગીના અને રોકડ મળી છ લાખની મતા ચોરી ગયા હતા.
બનાવની વિગતો અનુસાર નવાયાર્ડ નાળા પાસે આવલી નટરાજ સોસાયટીમાં રહેતા રહીશ જીએસએફસી કંપનીમાંથી નિવૃત થયેલા છે. શનિવારે રાતે તેમના સંતાનની તબિયત બગડતા દવાખાને લઇ ગયા હતા. દરમિયાન ઘરની બારી ખુલ્લી રહી જતાં તસ્કરો તેની ગ્રીલ કાઢી ઘરમાં પ્રવેશ્યા હતા.
તસ્કરોએ ઘરમાંથી ૨૦ તોલા જેટલા સોનાના દાગીના, દોઢ કિલો ચાંદી અને ૨પ હજારની રોકડ મળી કુલ R છ લાખની મતાની ચોરી કરી હતી. ફતેગંજ પોલીસે ચોરીનો ગુનો નોંધી ફિંગરપ્રિન્ટ નિષ્ણાત અને ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી છે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.