Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City
 

વડોદરામાં સ્વાઇન ફ્લૂ પોઝીટીવમાં એક સગર્ભા સહિત ત્રણના મોત

 
Source: Sarita Shinde, Vadodara   |   Last Updated 3:02 PM [IST](01/09/2010)
 
 
 
 
Advertisement
 

શહેરમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો : ૧૨ કલાકમાં સ્વાઇન ફ્લૂમાં ત્રણ મોત

શહેરમાં ૧૨ કલાકમાં જ સ્વાઇન ફ્લૂમાં ત્રણ મોત નોંધાયા હતા. જેને પગલે ફરી એકવાર તંત્ર દોડતું થયું હતું.

પ્રાપ્તવિગતો અનુસાર શહેરમાં છેલ્લાં ૧૨ કલાકમાં સ્વાઇન ફ્લૂ પોઝીટીવ સગભૉ સહિત કુલ ત્રણના મોત નપિજયાં હતા. જે અંતગર્ત શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ શિવશકતી સોસાયટી ખાતે રહેતી ૨૪ વર્ષિય પરણિતાને ગત ૨૨મી તારીખે સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ સ્વાઇન ફ્લૂ માટે દાખલ કરવામાં આવી હતી. જયાં ૨૩મી તારીખે તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. દરમિયાનમાં જ છાયાએ મેડીકલ નસ¾ગ હોમ ખાતે રક્ષાબંધનના દિવસે એક બાળકીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તેની તબીયત વધુ લથડી હતી. અને આજે સવારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે બે દિવસ અગાઉ સયાજી હોસ્પિટલમાં વજિ પ્રવાહ કપાતા વેન્ટીલેટર બંધ પડી જતાં છાયાબહેનની તબીયત વધુ લથડી હતી.

બીજા બનાવ મુજબ ભરૂચના આમોદ ખાતે આવેલ ધોરા ગામે રહેતાં ૩૨ વર્ષિય હર્મિષ શાંતીલાલ પટેલને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાતા તેને ગત ૨૧મી તારીખે શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જયાં બીજા દિવસે તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને ગઇ કાલે સાંજે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

ત્રીજા બનાવ મુજબ મૂળ હાલોલના આનંદપુરા ગામે રહેતા અને હાલ શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતાં ૨૨ વર્ષિય પાર્વતીબહેન વિનોદગીરી ગોસાઇને ૩૦મી તારીખે સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. જયાં તેને સ્વાઇન ફ્લૂની અસર દેખાતા તેના લોહી અને લાળના નમૂના પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે પાર્વતીને સાત માસનો ગર્ભ હતો. જયાં હજી ગઇ કાલે જ તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને ગઇ કાલે સાંજે જ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.