જન્માષ્ટમી પૂવેઁ જ કચેરીઓમાં પાંખી હાજરી : કેટલાયે કર્મચારીઓએ બે દિવસની રજા મૂકી દીધી
બે દિવસની રજામાં ચાર દિવસની રજાનુ પેકેજ મળી રહ્યુ હોવાથી શહેર જિલ્લાની સરકારી કચેરીઓમાં આજથી જ મિની વેકેશન જેવો માહોલ ઉભો થઇ ગયો હતો.
આવતી કાલે ગુરુવારે જન્માષ્ટમીની રજા છે અને તેના બે દિવસ પછી રવિવાર આવે છે. આ બે રજાની વચ્ચે શુક્રવાર અને શનિવારની રજા મૂકી દેવાતા સરકારી કર્મચારીઓને ચાર દિવસની સળંગ રજા મળી શકે છે.
સાતમ આઠમનુ મહત્વ સૌરાષ્ટમાં ખુબ જ હોવાથી ત્યાંના મેળા મહાલવા માટે સ્થાનિક સરકારી કર્મીઓએ બે દિવસની રજા મૂકી દીધી છે. જેની અસર આજથી જ સેવાસદન,જિલ્લા પંચાયત,કોઠી કચેરી,નર્મદા ભવન, કુબેરભવનમાં જોવા મળતી હતી.
રજા આવતી કાલે છે પણ આજે બપોરથી જ કર્મચારીઓ રજાના મૂડમાં આવી ગયા હતા અને અરજદારોની પણ આજે પાંખી હાજરી રહેતાં કર્મચારીઓ માટે ભાવતુ હતુ અને વૈધ્યે કહ્યા જેવો ઘાટ ઘડાયો હતો.