તહેવારોને ધ્યાનમાં રાખી મુદતમાં વધારો કરાયો: રેશનકાડ·ધારક હવે તા.૧૫મી સપ્ટે. સુધી ફોમઁ ભરી શકશે
નવા બારકોડેડ રેશનકાર્ડના ફોમઁ આપવાની મુદતમાં સરકારે બીજી વખત વધારો કરતાં હવે રેશનકાડ·ધારક તા.૧૫ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરીને સુપરત કરી શકશે.
રાજ્ય સરકારે હાલના મેન્યુઅલ રેશનકાર્ડના બદલે બાયોમેટ્રિક પધ્ધતિવાળા રેશનકાડ· આપવાનો નિણઁય લીધો છે. જેથી, રેશનકાડ·ધારકો પાસેના હયાત જુના રેશનકાડ·ન બદલે નવા બારકોડેડ રેશનકાડ· આપવા માટે ઘરે ઘરે ફરીને ફોમઁ ભરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં તા.૧ જુલાઇથી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી પણ તેમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સજાઁયો છે. આ ફોર્મને પ્રથમ તબક્કામાં નબળો પ્રતિસાદ સાંપડતાં બારકોડેડ રેશનકાર્ડનો મામલો ઘોંચમાં પડે તેવો માહોલ સજાઁયો હતો. એટલુજ નહીં, કેટલીક રેશનીંગની દુકાનોમાં તો ફોર્મ ભરાવવા માટે દશ દશ રૂપિયા ઉઘરાવવાની ફરિયાદો ઉઠતાં પુરવઠાતંત્રને ફોર્મ વિના મૂલ્યે ભરાવવાનુ છે તેવી સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.
બારકોડેડ રેશનકાર્ડ માટેના ફોેમઁ ભરાવવાની મૂળ મુદત તા.૧૫ ઓગષ્ટે પૂરી થતી હતી પણ ભારે વરસાદના કારણે તેની મુદતમાંવધારો કરવામાં આવ્યો હતો. તા.૩૧ઓગષ્ટ સુધી લંબાવાયેલી યોજના પાછળ માંડ ૪૦ ટકા ફોર્મ ભરાયા હોવાનુ મનાઇ રહ્યુ છે.
આ મુદત વધારા બાદ ફરીથી તા.૧૫ સપ્ટેમ્બર સુધી સમયમયાઁદા વધારવામાં આવી છે અને તેની પાછળ પુરવઠા વિભાગે તહેવારોનુ કારણ રજુ કર્યું છે.આ મુદતમાં જે રેશનકાડ·ધારક ફોેમઁ ભરીને રજુ નહીં કરે તેણે શહેરી વિસ્તારમાં હોય તો ઝોનલ કચેરીમાં અને ગ્રામ્ય કક્ષાના હોય તો સંબંધિત મામલતદાર કચેરીમાં તા.૩૦મી સપ્ટેમ્બર સુધીમાં જઇને ફોેર્મ ભરવાનુ રહેશે.
પરંતુ,જો આ તક પણ જે રેશનકાડ·ધારક ચૂકી જાય તેણે નવા રેશનકાર્ડ માટે સંબંધિત ઝોનલ કચેરી અથવા મામલતદાર કચેરીમાં જરૂરી આધારપુરાવા સાથે નિયત ફોર્મમાં અરજી કરવી પડશે. જેની ચકાસણી કર્યા પછી જ નવુ બારકોડેડ રેશનકાડ· ઇસ્યુ કરવામાં આવશે.