ઉદ્યોગો-કંપનીએમાં હ્યુમન રિસોર્સ પહેલા માત્ર પર્સોનલ વિભાગ તરીકે જાણીતું હતું. તે પછી એચ.આર વિભાગ તરીકે જાણીતું બન્યું છે. એચ.આર વિભાગ એ માત્ર કોઇ કલેરીકલ જોબ કે માત્ર એક અલગ ડિપાર્ટમેન્ટ નથી.
હ્યુમન રિસોર્સ એ દરેક બિઝનેશના મૂળમાં જોડાયેલો એક અભિન્ન અંગ છે. હ્યુમન રિસોર્સ અંગે ઉદ્યોગો-કંપનીઓએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. હ્યુમન રિસોર્સના સહયોગથી જ કંપનીઓ પોતાના ગ્રોથની સાથે દેશના વિકાસ દરને પણ વધારી શકે છે એમ એસીસી લીમીટેડ, મુંબઇના એચ.આર પ્રમુખ બહેરામ શેરડીવાલાએ જણાવ્યું હતું.
બીબીએ ઓડીટોરીયમ ખાતે એમ.એસ.યુનિ.ની સોશ્યલવર્ક ફેકલ્ટી દ્વારા ‘ ચેન્જિંગ રોલ ઓફ હ્યુમન રિસોર્સ ઇન વોલેટાઇલ બિઝનેશ એન્વાર્યમેન્ટ ’ વિષય પર આધારિત એચ.આર કન્વેશન (પરિસંવાદ) ના ઉદ્દઘાટન પ્રસંગે વકતવ્ય આપતાં મુંબઇની એસીસી કંપનીના એચ.આર પ્રમુખ બહેરામ શેરડીવાલાએ જણાવ્યું હતું કે, ચીનનો વિકાસ દર ૯.૫ ટકાના દરેથી વધી રહ્યો છે. ચીનમાં હ્યુમન રિસોર્સ નેટવર્ક ઘણું જ સારું છે.
ચીનના લોકો પ્રાદેશિક ભાષા પર આધારિત છે. પરંતુ હવે તેઓ અંગ્રેજી ભાષા પણ શીખી રહ્યા છે. જે દિવસે તેઓ અંગ્રેજી ભાષા શીખીને વિશ્વની કંપનીઓ સાથે બિઝનેશને વધારવા માટે સીધો જ સંપર્ક કરતાં થઇ જશે ત્યારે તેઓ વિશ્વની આર્થિક સત્તાઓમાં અગ્રેસર જ નહીં પણ નંબર વન હશે.
ભારત પણ ૭.૫ના વિકાસ દરે આગળ વધી રહ્યો છે. પરંતુ દેશની કંપનીઓ અને ઉદ્યોગોએ હ્યુમન રિસોર્સ ક્ષેત્રે અંગે પોતાની માનસિક બદલીને તેમને પણ પોતાના બિઝનેશના મહત્વના નિર્ણયો લેવામાં સહભાગીદાર બનાવે અથવા તો તેમના મંતવ્યને સ્થાન આપતાં થાય તો વિકાસ દર ઝડપથી જ વધશે.
આર્થિક કટોકટી જેવી સમસ્યાઓ પણ કશું જ બગાડી શકશે નહીં. આ ઉપરાંત કંપનીઓએ પોતાની પોલીસી ચેન્જ કરીને યુવાનોને વધુ પ્રાધાન્ય આપવું પડશે. યુવાનોને તક નહીં અપાય તો કંપની-ઉદ્યોગો જ નહીં પણ દેશનો પણ વિકાસ અટકી જશે.