-ભરૂચ બેઠકની સમીક્ષા કરતાં કેન્દ્રીય નિરિક્ષક
-આંધ્રપ્રદેશ વિધાન પરીષદના સભ્ય રાજુએ આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી
-ક્યાં ઉમેદવારને ટિકિટ આપી શકાય તે બાબતે મંતવ્યો મેળવ્યા
આવતાં વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે જેના ભાગરૂપે આજે શનિવારે કેન્દ્રીય નિરિક્ષક અને આંધ્રપ્રદેશ વિધાન પરિષદના સભ્ય રાજુએ ભરૂચ બેઠકના સંદર્ભમાં માહિતિ એકત્ર કરી હતી. તેમણે ક્યાં ઉમેદવારને ટિકિટ અપાઇ તો વિજય મળી શકે તે બાબતે આગેવાનોના મંતવ્યો મેળવ્યાં હતાં.
વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ તથા નર્મદા જિલ્લામાં કોંગ્રેસનો દેખાવ કંગાળ રહ્યો હતો. વાગરા, જંબુસર અને દેડિયાપાડા બેઠક ગુમાવવાનો કોંગ્રેસને વારો આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણીના પરિણામોની આળસ ખંખેરી કોંગ્રેસ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી છે. કોંગ્રેસના નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં ૪૮ કેન્દ્રીય નિરિક્ષકોની નિયુક્તિ કરી છે જે તમામ ૫૪૨ લોકસભા બેઠકોનો પ્રવાસ ખેડી રજેરજની માહિતિ મેળવી રાહુલ ગાંધીને અહેવાલ સુપરત કરશે. ભરૂચ લોકસભા બેઠક માટે નિયુક્ત થયેલાં નિરિક્ષક રાજુએ આજે શનિવારે શહેરના કોંગ્રેસ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી માહિતિ મેળવી હતી. તેમની સાથે પ્રદેશના કોંગી આગેવાન શંભુ પ્રજાપતિ પણ જોડાયાં હતાં. કેન્દ્રીય નિરિક્ષકે કોંગ્રેસને મજબુત બનાવવા શું પગલાં ભરી શકાય તથા કાર્યકરોની રજૂઆત બાબતે લેખિતમાં ફોર્મ ભરાવ્યાં હોવાનું પણ જાણવા મળી રહયું છે.
વધુ અહેવાલ વાંચવા ફોટો બદલો.