પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ પોલોગ્રાઉન્ડ પર ચાલી રહી છે. આ તાલીમ દરમિયાન એક એવી ત્રિપુટી છે જેણે પોલીસને ગુનાખોરી ઉકેલવામાં અનેકવાર મદદ કરી છે અને આજે આ ત્રિપુટીએ પોલોગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ કરી હતી.
પોલોગ્રાઉન્ડ ખાતે આજે જેમ, રૈના અને ટીપુએ રિંગ ઓબ્સ્ટેકલ અને જંપિગની તેમના હેન્ડલર્સ સાથે પ્રેકટિસ કરી હતી. આ વિશે જેમના હેન્ડલર દિગ્વિજયસિંહ ઝાલાએ જણાવ્યું કે, જર્મન શેફર્ડ બ્રિડના જેમની એક્સપ્લોઝિવ શોધવા માટે મદદ લેવાય છે. જ્યારે રૈના અને ટિપુને ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસ વિભાગને ઉપયોગી થાય છે.
ડોગના કરતબોની વધુ તસવીરો નિહાળવા ફોટો બદલો.
તસવીરો: ભરત પારેખ, વડોદરા