૧૯મી સદીમાં જે અંગ્રેજ શાસનમાં સૂરજ આથમતો નથી તેવા ઇંગ્લેન્ડના રાજાના રહેણાંક બંકિમહામ પેલેસથી ચાર ગણો વિશાળ હોવાનું અપ્રતીમ ગૌરવ ધરાવતો, ૧૫૦ જેટલા વૈભવી ખંડોથી શોભતોનો આ રહેણાંક મહેલ અંગ્રેજ શાસનમાં ભારતની સૌથી મોંઘી રહેણાંક ઇમારત હતી.
આ મહેલ એટલે વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ, મહારાજા સયાજીરાવનું નિવાસ સ્થાન લક્ષ્મી વિલાસ પેલેસ જે જુના બરોડા સ્ટેટના વૈભવનું પ્રતીક હતો, જેનો વૈભવ આજે પણ અડીખમ છે અને મુલાકાતીઓ માટે મસ્ટ વિઝિટ સ્પોટ છે, વડોદરા આવતા પ્રવાસીઓને ઇન્ડો-સાર્સેનિક સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના જેવા આ ભવ્ય મહેલ માટે બેધડક કહી શકાય કે, લક્ષ્મીવિલાસ પેલેસ નહીં દેખા તો કુછ ભી નહીં દેખા.
ઇંગ્લેન્ડના બંકિમહામ પેલેસથી વિશાળ મહેલની તસવીરો નિહાળવા ફોટો બદલો.