વડોદરા આજથી ત્રણ દિવસીય ખેલઉત્સવ શરૂ થયો છે અને તેમાં ક્રિકેટ સિવાયની વિવિધ ગેમ્સનું આયોન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ એક યુવતીએ જ્યારે હવામાં દોરડા પર આરામની મુદ્રામાં પોઝ આપ્યો તો ત્યા હાજર લોકો દંગ રહી ગયા હતાં. આ સિવાય અન્ય સ્પર્ધકોએ પણ મલખંભના દાવ રજૂ કરીને પોતાના ટેલેન્ટને દર્શાવ્યું હતું.
ક્રિકેટ સિવાય પણ અન્ય રમતો રમી શકાય છે અને તેમાં કરિયર બનાવી શકાય છે. અન્ય રમતોને પ્રોત્સાહન આપવાના હેતુથી વીએનએમ ચેનલ દ્વારા છેલ્લાં બે વર્ષથી ખેલઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ સ્કૂલના વિધાર્થીઓ વચ્ચે એથ્લેટિક્સ, ફુટબોલ, વોલીબોલ, કબી, ખોખો, હોકી, બેડમિન્ટન જેવી રમતો રમાશે.
વધુ અહેવાલ તથા તસવીરો નિહાળવા ફોટો બદલો.
તસવીરો: ભરત પારેખ, વડોદરા