Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City >> શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ પર ગોળીબાર

શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ પર ગોળીબાર

chetan patel | Dec 17, 2012, 12:30PM IST
 
 


- શહેરામાં ૮ રાઉન્ડ ગોળીબાર, ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડ સહિ‌ત ૬ ને ઇજા
- મહેસાણા અને અમદાવાદના ગોળલીમડામાં લાઠીચાર્જ
- ઇન્ડિયા કોલોનીમાં કોંગ્રેસના ઉમેદવારના પુત્ર સાથે ઝપાઝપી
- કચ્છમાં કમળના પ્રતિક રમકડાના ઇવીએમ પકડાયા: કચ્છમાં ઇવીએમમાં ખામી


રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટેના બીજા તબક્કાના મતદાનમાં સોમવારે શહેરામાં ગોળીબાર, મહેસાણા-અમદાવાદના ગોળલીમડામાં પોલીસ લાઠીચાર્જ, ઇન્ડિયા કોલોનીમાં ઝપાઝપી તથા અન્ય મારામારીના બનાવો બનવા પામ્યા હતા. જ્યારે બીજીબાજુ કચ્છમાં ડમી ઇવીએમ તથા ઇવીએમ ખોટકાઇ જવાના બનાવ પણ નોંધાયા હતા. આ ચૂંટણી હિ‌સ્સાની પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે. આમ મતદાનના બીજા તબક્કામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા.

મધ્ય ગુજરાતના શહેરા તાલુકાના તરસંગ ગામે ભાજપના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ તથા કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. જેના લીધે વાતાવરણ તંગ થયું હતું અને પથ્થરમારો શરૂ થયો હતો. બાદમાં જેઠાભાઇના અંગરક્ષકે ગોળીબાર કર્યો હતો. આઠ રાઉન્ડ ગોળીબાર તથા ઝઘડામાં જેઠાભાઇ, તેમના અંગરક્ષક, ચાલક તથા ત્રણ યુવાનો મળીને કુલ છ જણાંને ગંભીર ઇજા થઇ હતી. આ સંદર્ભે પોલીસ ફરિયાદ થઇ હતી. જેઠાભાઇને સારવાર માટે ગોધરા તથા બાદમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

વધુ અહેવાલ વાંચવા માટે તસવીરો બદલતાં જાવ...
તસવીરો: હેમંત સુથાર, ગોધરા

 
 
 

Your Opinion
 
 
Code:
6 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment