વડોદરા જિલ્લાના બોડેલી ખેતીવાડી ઉત્પÌા બજાર સમિતિ દ્વારા તૈયાર કરાયેલી જમીન ચકાસણી પ્રયોગશાળાને આવતીકાલે રવિવારે ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમ દરમિયાન ખુલ્લી મુકાશે. આ પ્રયોગશાળા શરૂ થતાં જ સમગ્ર મધ્ય ગુજરાતના ખેડૂતોને તેનો લાભ મળશે.
બોડલી ખેતીવાડી ઉત્પÌા બજાર સમિતિ દ્વારા ખેડૂતોને ઉપયોગી થાય તેવી જમીન ચકાસણી પ્રયોગશાળા બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરાયા હતા. જે અંતર્ગત બોડેલી માર્કેટ યાર્ડના ચેરમેન રાજેશ પટેલે રાજ્ય સરકારમાં રજુઆત કરી હતી. આ રજુઆત બાદ બોડેલી માર્કેટ યાર્ડમાં જમીન ચકાસણી પ્રયોગશાળા શરૂ કરવા રાજ્ય સરકારે લીલી ઝંડી આપી હતી.
બોડેલીમાં શરૂ થઇ રહેલી જમીન ચકાસણી પ્રયોગશાળા અંગે માહિતી આપતાં ચેરમેન રાજેશ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ-ગાંધીનગર દ્વારા ૧૦૦ ટકા સબસિડી થકી પ્રયોગશાળા શરૂ કરવા રૂ.૧૦ લાખની ગ્રાંટ આપવામાં આવી હતી. આ ગ્રાંટમાંથી પ્રયોગશાળા તૈયાર કરાઇ છે. વડોદરા જિલ્લામાં આ ત્રીજી અને રાજ્યમાં આ ૬૦ મી જમીન ચકાસણી પ્રયોગશાળા રવિવારથી શરૂ થશે.
આ જમીન ચકાસણી પ્રયોગશાળામાં મધ્ય ગુજરાત ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાંથી પણ જમીનના નમૂના ચકાસણી માટે આવશે.