Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Vadodara City
 

વડોદરા-ડભોઇ રોડ પર અકસ્માત, ચારના મોત

 
Source: Manish Pandya, Vadodara   |   Last Updated 4:35 PM [IST](31/07/2010)
 
 
 
 
Advertisement
 

- ડમ્પરે બસની પાછળ આવતી કારને પણ અડફેટે લીધી
- બે મહિલા સહિત ચારના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત
- લકઝરી નીચે દબાઇ ગયેલી મહિલાને કાઢવા લાશ્કરોની મદદ લેવાઇ


વડોદરા-ડભોઇ રોડ પર થુવાવી પાસેના વળાંક પર શનિવારે બપોરે લકઝરી અને રેતી ભરેલું ડમ્પર સામસામે ભટકાતાં બે મહિલા સહિત ચારના કમકમાટીભર્યા મોત નીપજયાં હતાં. ડમ્પરના ચાલકે લકઝરી ઉપરાંત તેની પાછળ આવતી કારને પણ અડફેટે લેતાં અકસ્માતમાં ૨પથી વધુ લોકોને ઇજા પહોંચી હતી. ત્રણ વાહનો વચ્ચે અકસ્માતના પગલે મુસાફરોની રોક્કળ અને બૂમરાણથી આસપાસના લોકો દોડી આવ્યા હતાં. અકસ્માતમાં એક મહિલા લકઝરી નીચે દબાઇ જતાં વડોદરા ફાયરબ્રિગેડના લાશ્કરોએ ભારે જહેમતે તેની લાશ બહાર કાઢી હતી. અકસ્માતમાં ઘાયલોને ડભોઇની ખાનગી તેમજ સયાજી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઇ છે.

વડોદરા અને ડભોઇ વચ્ચે દોડતી ખાનગી લકઝરી અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે ગોઝારા અકસ્માતથી કરૂણાંતિકા સર્જાઇ હતી. વડોદરાથી ઉપડેલી જલોદરા ટ્રાવેલ્સની લકઝરી નસવાડી તરફ જઇ રહી હતી. બપોરે બે વાગ્યાના સુમારે થુવાવી અને ફરતીકુઇના વળાંક પાસે લકઝરી અને રેતી ભરેલું ડમ્પર સામસામે ધડાકાભેર ભટકાતાં બે મહિલા સહિત ચાર મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજયા હતા જ્યારે લકઝરીમાં સવાર ૨પથી વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી. આ ઉપરાંત ડમ્પરના ચાલકે લકઝરીની પાછળ આવતી ટોયોટા કોરોલા કારને પણ ટક્કર મારતાં તેમાં સવાર મુસાફરો ઘાટલ થયા હતાં.

ડમ્પર-લકઝરી વચ્ચના અકસ્માતમાં ઘાયલ લોકોએ બૂમરાણ મચાવી રોક્કળ કરી મુકતાં આસપાસથી ગ્રામજનો અને રાહદારીઓ દોડી આવ્યા હતા. તેઓએ ૧૦૮ એમ્બુલન્સ સહિત ખાનગી વાહનોમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી. ઇજાગ્રસ્તો પૈકી પંદરને ડભોઇની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં જ્યારે અન્ય દસેકને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડાતા હતાં. જે પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતમાં એક મહિલા લકઝરીની નીચેના ભાગે ફસાઇ જતાં તેને બહાર કાઢવા માટે વડોદરા ફાયરબ્રિગેડની ટીમને બોલાવાઇ હતી. ફાયરબ્રિગેડના લાશ્કરોએ ભારે જહેમતે મહિલાની લાશ બહાર કાઢતા લોકોના આક્રંદે ગમગીની છવાઇ ગઇ હતી. અલબત્ત, અકસ્માતમાં મૃતકો કે ઇજાગ્રસ્તોના સત્તાવાર નામની રાહ જોવાઇ રહી છે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.