Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar >> Worlwide Products Exibition In Gandhinagar

દુનિયાભરની નજર આજથી ગુજરાત પર, છવાઇ જશે વાઇબ્રન્ટ ફીવર

1 of 9 Photos

- દુનિયાભરની પ્રોડક્ટનું ગાંધીનગરમાં પ્રદર્શન
- આજે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન ૧૪ દેશોની ૧૦૦૦થી વધુ કંપનીઓ, દેશના ૮ રાજ્યોની સરકાર ભાગ લેશે
- વર્ષ ૨૦૧૧ની તુલનામાં બમણાં એટલે કે ૧પ લાખ જેટલા લોકો શોની મુલાકાત લેશે


૮મી જાન્યુઆરીને મંગળવારથી ગાંધીનગરના આંગણે ગ્લોબલ ટ્રેડ શોનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સાથે જ શહેરમાં વાઇબ્રન્ટ ફીવર છવાઈ જશે. આમ તો તા.૩જી જાન્યુઆરીથી સેમિનારોનો પ્રારંભ થઇ ગયો હતો. પરંતુ તા.૧૩મી સુધી ચાલનારા મેગા એકઝીબીશનથી લઇને ગ્લોબલ ટ્રેડ શો-૨૦૧૩નો પ્રારંભ ૮મીએ થશે. આ શોમાં ૧૪થી વધુ દેશોની એક હજારથી વધુ કંપનીઓ અને દેશની આઠ જેટલી રાજય સરકારો ભાગ લઇને ૨પ હજારથી વધુ પ્રોડકટ્સ રજૂ કરશે. વર્ષ ૨૦૧૧ની તુલનામાં બમણાં એટલે કે ૧પ લાખથી વધુ લોકો આ વાયબ્રન્ટ સમીટની મુલાકાત લેશે તેવી આશા સરકારી તંત્ર દ્રારા કરવામાં આવી રહી છે.

દેશમાં સૌપ્રથમ વાર હજારો સ્વારોવસ્કી રત્નો,સુવર્ણ અને ચાંદી જડિત ડિઝાઇન કરેલી કાર પ્રદર્શન સ્થળે મૂકવામાં આવશે. આ સિવાય એન્જિનિયરિંગ અને ઓટોમોબાઇલ્સ, ઓઇલ અને ગેસ, એનર્જી અને પાવર, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ફાઈનાન્સિયલ સર્વિ‌સીસ, આઇટી અને આઇટીઇએસ, ખાણ અને ખનીજો, ઓટોમોબાઇલ્સ, પ્લાસ્ટિક્સ, ટેક્સટાઇલ્સ અને ટૂરિઝમ મળીને અલગ અલગ ૨પ સેકટરની એક હજારથી વધુ કંપનીએ સ્ટોલ્સ રાખ્યા છે. એકિઝબિટર્સ પોતાની પ્રોડકટસ અને સર્વિ‌સ ઇનોવેશન રજૂ કરશે. આ ગ્લોબલ ટ્રેડ શોમાં એન્વાયરમેન્ટલ ટેક્નોલોજી, ગ્રીન અને રિન્યૂએબલ એનર્જી અને એસએમઇ જેવા ઉભરતા સેકટર્સ પણ પોતાના સબળ પાસાં રજૂ કરશે.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...


Your Opinion
 
 
Code:
3 + 9

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment